Ravji Bhagat : Aksharvas
Posted by news on Saturday, 29 October 2011ગુરુકુળ પરિવાર નાં વયોવૃદ્ધ, અખંડ ભગવત્ પરાયણ પાર્ષદ શ્રી રવજી ભગત તા. ૨૯ ઓક્ટોબર ૨૦૧૧, શનિવારના રોજ સવારે ભગવાન શ્રીસ્વામિનારાયણનું સ્મરણ કરતાં કરતાં અક્ષર નિવાસી થયા. તેમના અક્ષરવાસથી ગુરુકુલ પરિવારમાં ઘેરા શોક ની લાગણી પ્રસરી ગઈ છે.
તા. ૩૦ ઓક્ટોબર ૨૦૧૧ ના રોજ સવારે તેમના પાર્થિવ દેહનું સંતો, પવિત્ર ભૂદેવો, ઋષિ કુમારો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં વૈદિક વિધીથી પૂજન કરીને ગંગા જળ, તીર્થ જળ તથા ચંદન અને પુષ્પથી અભિષેક કરવામાં આવ્યો હતો.