પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ
Posted by news on Thursday, 16 August 2012શ્રાવણ વદ ચૌદશ, તા. ૧૬ ઓગષ્ટ, ૨૦૧૨ - પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ગુરુકુળ પરિવાર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે દિવસ દરમ્યાન ધૂન-ભજન અને મંત્ર-લેખન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ સવારે મંત્ર લેખન, બપોરે મહિલા મંડળ દ્વારા ધૂન અને સાંજે સંતો, વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં હરિભક્તોએ સમૂહ ધૂન કરી હતી.