Sharad Poornima Mahotsav, 2012
Posted by news on Monday, 29 October 2012શરદઋતુની રાત્રિઓને ‘‘ શરદોત્ફુલ્લ રાત્રિઓ ’’ કહેવાય છે. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીની પુલિંદમાં શરદપૂર્ણિમાએ મહારાસની રચના કરી હતી. શાંત અને પવિત્ર વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણે જયારે બંસીનાદ કર્યો ત્યારે વૃંદાવન ખરેખર ઘેલું થયું હતું. શરદપૂર્ણિમાની રાસ લીલા એ ‘મદનમાનભંગ લીલા’ છે.વળી શરદપૂર્ણિમાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં પાંચસો પરમહંસો સાથે રાસ રમ્યા હતા.આજ દિવસે અક્ષરમુક્ત શ્રી ગુણાતીતાનંદ સ્વામી જન્મ દિવસ છે.‘આપણા ભારતીય હિન્દુ તહેવારોના મૂળ ભગવાન નારાયણ સાથે જોડાયેલ છે.