ફુલદોલોત્સવ, 2013
Posted by news on Wednesday, 27 March 2013શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ,મેમનગર ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની નિશ્રામાં તેમજ હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં ફુલદોલોત્સવ રંગભેર આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવાયો હતો.કાર્યક્રમની શરુઆતમાં શ્રી હસમુખભાઈ પાટડીયા અને સંગીત સમ્રાટ શ્રી ઋષિકુમાર શાસ્ત્રી સાહેબે ‘રંગકી ધૂમ મચાવી રે રંગભીના’ગવરાવી સૌ કોઇને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા.