પૂજ્ય કોઠારી સ્વામી શ્રી હરિજીવનદાસજી : શ્રધ્ધાંજલિ સભા
Posted by news on Sunday, 7 September 2014શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના મુખ્ય શિષ્ય, ગુરુકુલના વિકાસમાં જેઓનો અનન્ય ફાળો રહેલો છે એવા, આજીવન કર્તવ્યનિષ્ઠ, સ્નેહાળ, સદા હસમુખા એવા કોઠારી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી ૯૪ વર્ષની ઉમરે તા.૨૩-ઓગસ્ટ-૨૦૧૪ ના રોજ વહેલી સવારે રાજકોટ મુકામે હરિસ્મરણ કરતા અક્ષરવાસી થતા, તેમના ગુણાનુવાદની સભા પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં છારોડી ગુરુકુલ ખાતે તા. ૦૭ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ રાખવામાં આવી હતી.