દિવાળી ઉત્સવ, ૨૦૧૪
Posted by news on Tuesday, 21 October 2014દીપાવલી ઉત્સવ : ધન તેરશ - અનંત ચતુર્દશી – દિવાળી – નવું વર્ષ – ભાઈ બીજ
ધન તેરશ : ધન શુદ્ધિ અને ધન્વન્તરી પૂજનનો દિવસ ૨૧ ઓક્ટોબર ૨૦૧૪
દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે રત્નો સમુદ્રમાંથી આજના દિવસે પ્રાપ્ત થયા તેમાંના એક લક્ષ્મીજી અને બીજા ધનવન્તરી ભગવાન. લક્ષ્મીજીને ધન,વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જ્યારે ભગવાન ધનવન્તરીને સ્વાસ્થ્યના દેવતા માનવામાં આવે છે.