Jalzilani Mahotsav, Gurukul Droneshwar
Posted by news on Thursday, 24 September 2015દ્રોણેશ્વર મહાદેવજીની સાનિધ્યમાં મચ્છુન્દ્રી નદીના કિનારે દ્રોણેશ્વર ગુરૂકુલ દ્વારા ઉજવાયેલ ભવ્ય જલઝીલણી મહોત્સવ ઉમટેલો માનવ મહેરામણ
સતિ, શૂરાસિંહ અને સત્યપુરૂષોના નિવાસથી અનેરી ભાત પાડતો પ્રદેશ એટલે નાઘેર-બાબરીયાવાડ, આ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વ પાંડવ ગુરૂ દ્રોણાચાર્યે મચ્છુન્દ્રીના કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આજે પણ મહાદેવજીના મસ્તક ઉપર અવિરત જલધારા વહી રહી છે.