24th Patotsav & Vachanamrut Parva - Gurukul Memnagar, 2019
Posted by NS on Saturday, 30 November 2019ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડામાં દાદાખાચરના દરબારગઢમાં બેસીને સંવત્ ૧૮૭૬ ના માગશર સુદિ ૪ ના દિવસે આપેલ સદુપદેશથી વચનામૃત ગ્રંથની શરુઆત થઈ હતી. તે પ્રસંગને આજે સંવત્ ૨૦૭૬ માગશર સુદિ-૪ તા. ૩૦ નવેમ્બર ૨૦૧૯ શનિવારના રોજ ૨૦૦ વર્ષ પુરા થયા છે. આ વર્ષ વચનામૃતનું દ્વિશતાબ્દી વર્ષ છે.
તાજેતરમાં સમગ્ર વડતાલ દેશના સહિયારા પ્રસંગ રૂપે, વડતાલ ધામ ખાતે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષના પ્રારંભે ભવ્ય રીતે સાત દિવસ સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઇ ગયો.