Annual Pratishtha Mahotsav - 2020
Posted by NS on Friday, 31 January 2020શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP ખાતે વસંતપંચમી, તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ભગવાન શ્રીરામ-શ્યામ-ઘનશ્યામ મહારાજનો ૧૫મો પાટોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાયો. આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવોના કલ્યાણ માટે નાનો પણ અદ્ભુત ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની અમૂલ્ય ભેટ આપી હતી. ઉપરાંત વૈરાગી સંત શ્રી નિષ્કુળાનંદ સ્વામી તથા કવિવર્ય શ્રી બ્રહ્માનંદ સ્વામીનો જન્મ પણ આજે થયો હતો.