August 2021

  • Gyan Satra - 45

    સર્વાવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણે ‘સદ્‌વિદ્યા પ્રવર્તન’ અને ‘સર્વજીવહિતાવહ સેવાપ્રવૃત્તિ’નો માર્ગ ચિંધી અનેક જીવોને મોક્ષના માર્ગે વાળ્યા છે. ભગવાન શ્રીહરિના આ સંદેશાઓને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પોતાના જીવનમાં યથાર્થ વણ્યા અને ગુરુકુલ દ્વારા સાધના શિબિર, બ્રહ્મસત્ર, જ્ઞાનસત્ર, જપયજ્ઞ જેવા અનેક આયોજનો દ્વારા સમાજના દરેક વર્ગના લોકો સુધી પહોંચાડ્યા. આ વિવિધ આયોજનો અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદને આંગણે દર વર્ષે પવિત્ર મહિનામાં યોજાતો જ્ઞાનસત્ર અનોખી ભાત પાડે છે.

  • Tribhuvan Satra - 2021

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે તારીખ ૧૨ ઓગસ્ટના રોજ ૪૫-મા જ્ઞાનસત્ર અંતર્ગત કવિવર શ્રી ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસની પવિત્ર સ્મૃતિમાં ‘ત્રિભુવનસત્ર’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં યોજાયેલા આ સત્રમાં ગુરુકુલ સંસ્થાની સ્થાપના અને વિકાસમાં જેમનું અપાર યોગદાન રહ્યું છે એવા કવિવર શ્રી ત્રિભુવનભાઈના સાહિત્ય વિશે મનનીય પ્રવચનો થયા હતા.