માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાને શ્રદ્ધાંજલિ
Posted by news on Friday, 30 December 2022માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાનો અક્ષરવાસ થયો છે. ત્યારે આફ્રિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સત્સંગસભામાં હિરાબાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, પૂજનીય માતુશ્રી હિરાબાના અક્ષરવાસથી એક સુવર્ણ શતક પૂર્ણ થયું. એમની પવિત્ર આત્માને SGVP ગુરુકુલ પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.