પાટોત્સવ અને ભક્તિસત્ર – ૩ - 2022

SGVP ગુરુકુલ રીબડા(રાજકોટ) ખાતે લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના તૃતીય પાટોત્સવ પ્રસંગે તા. ૨૯ નવેમ્બર થી ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨ દરમ્યાન પંચદિનાત્મક તૃતીય ભક્તિસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં આ પ્રસંગે શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામીએ શ્રીમદ્ સત્સંગીજીવનની કથાનું રસપાન કરાવ્યું હતું. કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ વ્યાખ્યાનમાળાનો લાભ આપ્યો હતો. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા શ્રીમદ્ સત્સંગિજીવન તથા શ્રીમદ્ ભાગવતજીના સંહિતાપાઠ કરવામાં આવ્યા હતા.

તા. ૦૧ થી ૦૩, ડિસેમ્બર, ૨૦૨૨ દરમ્યાન વિદ્વાન શ્રી રામપ્રિયજીના આચાર્યપદે ગીતાયજ્ઞમાં ગીતાના શ્લોક તથા વિષ્ણુસહસ્રનામ અને જનમંગલ સ્તોત્ર તથા વૈદિક સુકતો સાથે આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. ૦૩ ડિસેમ્બર માગસર સુદ મોક્ષદા એકાદશી, ગીતા જયંતિના શુભદિવસે ગીતાયાગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

મોક્ષદા એકાદશીન પાવન દિવસે શ્રી ઘનશ્યામ મહારાજના પાટોત્સવ અંતર્ગત વહેલી સવારે પંચગવ્ય, પંચામૃત, ઔષધીઓ અને તીર્થ જળ, કેસરજળથી શ્રી ઘનશ્યામ મહારાજના અભિષેક દર્શન બાદ પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ આરતી ઉતારી અન્નકૂટના દર્શન ખુલ્લા મુક્યા હતા.

અન્નકૂટનો તમામ પ્રસાદ પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ગરીબ વર્ગ, મજૂર વર્ગ તથા બાળકોમાં વહેંચવામાં આવ્યો હતો.

નૂતન ગૌશાળાના ઉદ્ધાટન બાદ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ સહયોગી તમામ યજમાનો અને ભાવિક ભક્તજનોને આશીર્વાદ પાઠવ્યા હતા. તથા આ સમગ્ર આયોજનનું વ્યવસ્થાપન કરનાર શાસ્ત્રી શ્રી ધર્મવત્સલ સ્વામીને અભિનંદન પાઠવ્યા હતા.

મેડિકલ ચેકઅપ કેમ્પમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના આંખના ૩૦૦ જેટલા અને દાંતના ૨૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

આ પ્રસંગે રાજકોટ તથા આસપાસના ગુંદાસરા, રીબ, પારડી, વાવડી, માખાવડ, ખાંભા, લોધીકા, ઢોલરા વગેરે ગામોમાંથી મહાનુભાવો તથા હરિભક્તો લાભ લીધો હતો.

On the occasion of Shree Ghanshyam Maharaj's third Patotsava at SGVP Gurukul Ribda (Rajkot) third Bhaktistra was organized from November 29 to December 03, 2022.

With the inspiration of Param Pujya Guruvarya Shastri Shree Madhavapriyadasji Swami and in the presence of Param Pujya Purani Shree Balakrishnadasji Swami, Shastri Shree Bhaktivedantadasji Swami narrated the story of Shreemad Satsangijeevan. Kothari Shree Dharmanandandasji Swami also addressed the assembly. Rishikumas of Darshanam Sanskrit Mahavidyalaya performed Samhitapath of Shrimad Satsangjijivan and Shrimad Bhagwatji.

From 01 to 03, December 2022, in Geeta-YAG Aahuties were offered along with verses of Geetaji, Vishnusahasranam and Janmangal Stotra and Vedic Sukas in Geeta-yag under the leadership of Vidwan Shree Rampriyaji. On December 03, Magasar Sud Mokshada Ekadashi, the auspicious day of Geeta Jayanti, the Geeta Yag was completed.

On the auspicious day of Mokshada Ekadashi, in the early morning, Abhishek of Shree Ghanshyam Maharaj was performed with Panchagavya, Panchamrit, herbs, and TIrth-Jal, Kesar-Jal. It was followed Aarati of Annakut by Param Pujya Purani Shree Balakrishnadasji Swami

All the Prasad of Annakut was distributed among the poor & labor class and children with the inspiration of Guruvarya Pujya Swamiji.

After the inauguration of New Gaushala, Pujya Balkrishnadasji Swami blessed all the Yajman and devotees. And congratulated Shastri Shree Dharmavatsal Swami who managed the entire occasion.

About 300 eye patients and 250 dental patients especially from rural areas benefited from the medical checkup camp.

Dignitaries and devotees from Rajkot and the surrounding villages of Gundasara, Rib, Pardi, Vavadi, Makhavad, Khambha, Lodhika, Dholra, etc. took advantage of this occasion.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.