Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

24th Patotsav & Vachanamrut Parva – Gurukul Memnagar – 2019

Photo Gallery

ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડામાં દાદાખાચરના દરબારગઢમાં બેસીને સંવત્ ૧૮૭૬ ના માગશર સુદિ ૪ ના દિવસે આપેલ સદુપદેશથી વચનામૃત ગ્રંથની શરુઆત થઈ હતી. તે પ્રસંગને આજે સંવત્ ૨૦૭૬ માગશર સુદિ-૪ તા. ૩૦ નવેમ્બર ૨૦૧૯ શનિવારના રોજ ૨૦૦ વર્ષ પુરા થયા છે. આ વર્ષ વચનામૃતનું દ્વિશતાબ્દી વર્ષ છે.
તાજેતરમાં સમગ્ર વડતાલ દેશના સહિયારા પ્રસંગ રૂપે, વડતાલ ધામ ખાતે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષના પ્રારંભે ભવ્ય રીતે સાત દિવસ સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઇ ગયો.

વચનામૃત તો ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે. વચનામૃત ગ્રન્થ એ વૈદિક ધર્મના મર્મોને ઉજાગર કરનાર માર્ગદર્શક ગ્રન્થ છે.
તમામ શાસ્ત્રોનો સાર વચનામૃતમાં જોવા મળે છે. મનુષ્યજન્મની સાર્થકતા શેમાં છે તેની સમજણ આપણને વચનામૃત આપે છે. વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વેદ, ઉપનિષદ, બ્રહ્મસુત્રો, શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત વગેરે શસ્ત્રોનું રહસ્ય સુંદર રીતે સમજાવ્યું છે.
વચનામૃતગ્રંથની શૈલી અદ્ભૂત છે. દરેક વચનામૃતના પ્રારંભે મહાન સદુગુરુઓએ શ્રીજી મહારાજ ક્યા ગામમાં બિરાજમાન હતા, ક્યાં મુખે બિરાજમાન હતા, કેવા વસ્ત્રો ધારણ કર્યા હતા,  ક્યું વર્ષ અને ક્યો દિવસ હતો તેનુ આંખે દેખ્યા અહેવાલની પેઠે તાદ્રશ્ય નિરુપણ કરેલ છે.
વચનામૃત જયંતી નિમિત્તે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ (મેમનગર) ખાતે તા.૨૮ અને તા.૨૯ નવેમ્બર દરમ્યાન વચનામૃત અનુષ્ઠાન કરાવમાં આવેલ. જેમાં અમદાવાદ ગુરુકુલના ૫૫૦ વિદ્યાર્થીઓ અને ૩૦૦ ઉપરાંત હરિભકતો જોડાયા હતા.

તા. ૩૦ નવેમ્બર વચનામૃત જયંતીના દિવસે સવારે ૨૪માં પાટોત્સવ પ્રસંગે પંચામૃત, તીર્થ જળ, કેસર જળ અને ફૂલ-પાંખડીથી શ્રી ઘનશ્યામ મહારાજનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વચનામૃત પર્વ નિમિત્તે વચનામૃત ગ્રન્થની શોભાયાત્રા, પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પુષ્પ પાંખડીઓથી અભિષેક, અને ગ્રંથપાઠ કરવામાં આવ્યો હતો. પૂજ્ય સ્વામીજીએ પોતાના પ્રવચનમાં, ન માત્ર સંપ્રદાય પરંતુ જગતના અત્યારના અને ભવિષ્યના કોઈપણ મુમુક્ષુઓ માટે આજના વચનામૃત પ્રારંભના દિવસનો મહિમા સમજાવ્યો હતો.
ત્યાર બાદ પાટોત્સવ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજને ભવ્ય અન્નકૂટ ધરાવી, સદ્ગુરુ સંતોએ આરતી ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા. પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી અન્નકૂટનો તમામ પ્રસાદ અપંગ શાળાઓમાં અને ગરીબોમા વહેંચવામાં આવ્યો હતો.
જ્યારે એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના વિશાળ લીલોતરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં SGVP હોસ્ટેલના વિદ્દાર્થીઓ માગશર સુદ ૪ વચનામૃતની ૨૦૦મી જયંતિ વિષય ઉપર ૩૦૦૦ દિપ પ્રગટાવી વચનામૃત પર્વની ઉજવણી કરી હતી.
ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પણ સંતો અને વિદ્યાર્થીઓએ વચનમૃત પર્વ નિમિત્તે વચનામૃતના પાઠ, પૂજન અને પ્રવચન કર્યા હતા.
Picture Gallery

Achieved

Category

Tags