Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

26th Patotsav – Gurukul Ahmedabad – 2021

Photo Gallery

ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી સ્વરુપ ગ્રંથરાજ વચનામૃતની ૨૦૨મી જયંતીના પવન પર્વે, ગુરુવર્ય શાસ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતે, શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૬મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ પુનિત પ્રસંગે પ્રસાદીભૂત અડાલજ વાવના પવિત્ર જળને ગુરુકુલના સંતો અને વિદ્યાર્થીઓ કાવડ મારફતે લાવી, તે જળ સાથે ગંગાજળ, ઔષધિઓના રસ, પંચગવ્ય, પંચામૃત, કેસરજળ, ચંદન અને પુષ્પથી સદ્ગુરુ સંતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક કર્યો હતો.
વચનામૃત જયંતિ નિમિત્તે ગ્રંથરાજ વચનામૃતનું પૂજન અને પાઠ કરવામાં આવ્યા હતા. પૂજ્ય સ્વામીજી ગ્રંથ અને પાટોત્સવનો મહિમા સમજાવ્યો હતો.

આ પ્રસંગે ૧૫૧ વાનગીઓનો ઠાકોરજીને અન્નકૂટ ધરાવવમાં આવેલ. પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી દર વખતની જેમ અન્નકૂટની તમામ પ્રસાદી ગરીબોને વહેચવામાં આવી હતી.

Achieved

Category

Tags