Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Aamrakutotsav – 2019

Photo Gallery

With the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and under the guidance of Purani Shree Balkrishnadasji Swami a unique Aamrakut-Utsav was observed at Shree Swaminarayan Gurukul, Ahmedabad, in the holy presence of Purani Swami Shree BHaktiprakashdasji Swami on 02 June, 2019. Kesar – one of the best kinds of mango fruit collected from Kutch, Junagadh, Gir region and Gurukul Droneshwar, 7,500 kgs. of Mango fruits were offered to Shree Ghanshayam Maharaj and all these fruits were distributed at hospitals, orphans’ houses, old-aged houses, slum areas and road side needy people.
100 volunteers of SGVP Gurukul Parivar utilized 1000 human hours for this good gesture.

સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ ભક્તો વગેરેને વહેચવામાં આવે છે. અત્યારે જ્યારે કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના પવન સાનિધ્યમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગરમાં વિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને સંતોએ ભાવથી ચંદનના વાઘા ધરાવી આરતિ ઉતાર્યા બાદ હરિભકતો સહકારથી તેમજ કચ્છ, તાલાળા-ગીર, દ્રોણેશ્વર ગુરુકુલ વગેરે સ્થળોથી કેરીઓ મંગાવી તા. 02 જૂન ૨૦૧૯ના રોજ ઠાકોરજી આગળ ૭૫૦૦ કિલો કેરીનો આમ્રકૂટોત્સવ કરવામાં આવ્યો હતો. આ આમ્રકૂટોત્સવની તમામ કેરી પ્રસાદરુપે હોસ્પિટલો, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, નિરાધારો, ઝુંપડપટ્ટી વગેરે સ્થળોએ ગરીબોને, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ગુરુકુલ પરિવારના સ્વયંસેવકો દ્વારા જાતે રુબરુ પ્રસાદ રુપે વહેંચવામાં આવી હતી.

Achieved

Category

Tags