Annakut

Annakut Prasad Distribution,SGVP - 2023

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વસંતપંચમી મહોત્સવ પ્રસંગે શિક્ષાપત્રી જયંતી અને રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો ૧૮મો પાટોત્સવ ઉજવાયો હતો.

પાટોત્સવ પ્રસંગે શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને અભિષેક બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

પાટોત્સવ, અન્નકુટ વિતરણ – ૨૦૨૨ ગુરુકુલ અમદાવાદ

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૭મો પાટોત્સવ આનંદસભર ઉજવાયો હતો.

પ્રસાદીભૂત અડાલજ વાવનું જળ, ગંગાજળ તેમજ વિવિધ તીર્થોના જળ, ઔષધિઓના રસ, ફળોના રસ, પંચામૃત, પંચગવ્ય, કેસર જળ વગેરેથી ઠાકોરજીને વૈદિક મંત્રોના ગાન સાથે અભિષેક કરવામાં આવેલ.

શ્રી ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ - 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીમાં સંત નિવાસમાં વિરાજિત શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૨ શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહાભિષેક તથા અન્નકૂટનું આયોજન થયું હતું.

Annakut Distribution - 2022

SGVP શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે અન્નકૂટની પ્રસાદી ગરીબોમાં વહેંચવામાં આવી હતી.

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલમાં બિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ૧૦૮ વાનગીઓનો ૫૦૦ કિલો જેટલો અન્નકૂટ ધરાવાયો હતો.

શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ - 2022

વસંત પંચમી, પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા ગુરુકુલ પરંપરાની સ્થાપનાનો દિવસ, SGVP ગુરુકુલ ખાતે શ્રી રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા દિવસ.

Chikki Annakut - Droneshwar - 2021

મકર સંક્રાંતિ, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ચીકકીનો અન્નકૂટ ધરાવાયો હતો.

Annakut Distribution - Gurukul Ribda (Rajkot) - 2020

દીપાવલી – નૂતન વર્ષ સંવત્ ૨૦૭૭ના શુભ દિવસોમાં, જરૂરિયાતમંદોને અન્નકૂટનો પ્રસાદ આપીને નવા વર્ષનું સ્વાગત કરવા માટે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સમાજના ગરીબ - મજૂર વર્ગને અને વૃદ્ધાશ્રમના વડીલોને અન્નકૂટના પ્રસાદ રૂપે મીઠાઇ અને ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની સાથે ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોએ વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને ગરીબ - મજૂર વર્ગને રૂબરૂ પ્રસાદનું વિતરણ કરીને તેમની શુભાશિષ મેળવી હતી.

Annakut Distribution - 2019

On the auspicious day of Vasant Panchami, 19 Feb 2019 14th annual Pratishtha Mahotsav of Shree Ram - Shyam – Ghanshyam Maharaj at SGVP, Ahmedabad was celebrated by Gurukul Parivar.
As a part of it, after the sacred Abhishek, a marvellous Annakut consisting sweet & fried dishes weighing over 500 Kgs. was offered to Shree Ram Shyam Ghanshyam Maharaj.

અભિષેક, રાજોપચાર, અન્નકૂટ દર્શન, 2012

અખંડ ભગવત્ પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની સ્મૃતિમાં આયોજીત ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’ ઉપક્રમે મુંબઈ નિવાસી શ્રી ધીરુભાઈ શાહ પરિવાર તરફથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે તા. ૧૯ મે ૨૦૧૨ ના રોજ શ્રીહરિ પ્રસન્નતાર્થે સદ્ગુરુ સંતોના સાનિધ્યમાં શ્રી ઘનશ્યામ મહારાજનો પંચામૃત, કેસર-જળ, તીર્થ-જળ, વિવિધ ઔષધિઓ તથા ફળોના રસથી દિવ્ય અભિષેક તથા વૈદિક વિધિથી રાજોપચાર પૂજન કરી મહા-અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

Pages