Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Azadi No Amrut Mahotsav – 2022

Photo Gallery

આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે. જેમાં હજારો વીર નરનારીઓ, શહીદો, મહાપુરુષો અને સંત શક્તિની ગાથાઓ જોડાયેલ છે. આ રાષ્ટ્રધ્વજને એક એક તાંતણે કુરબાનીની કથાઓ લખાયેલ છે.

ભારતની આઝાદીના અમૃત વર્ષ પ્રસંગે ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘હર ઘર તિરંગા’ નું સ્લોગન આપી ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ઘોષણા કરી છે. યોગાનુયોગે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ભારતની આઝાદીના પ્રારંભે રાજકોટમાં અર્વાચીન યુગમાં પ્રાચીન સફળ ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી પહેલ કરી તેને પણ ૭૫ વર્ષ પુરા થાય છે ત્યારે વિશાળ ગુરુકુલ પરિવાર પણ અમૃત પર્વ ઉજવી રહ્યું છે.

આ અમૃત વર્ષમાં ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ પરિસરમાં ૭૫ ફુટ ઊંચા સ્થંભ ઉપર ૨૦X૧૫ ચો.ફૂટના રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.

આઝાદીના અમૃત વર્ષ પર્વ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઘેર ઘેર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની ઘોષણા કરી છે, ત્યારે ગુરુકુલ પરિવારના દરેક સ્થાનો-કેન્દ્રોમાં પણ ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન થયું હતું.

તા. ૯ ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ મેમનગર વિસ્તાર તેમજ ભારતના ગૃહમંત્રી માનનીય શ્રી અમીતભાઇ શાહના ઘાટલોડિયા મત વિસ્તારમાં ‘ભારત માતાની જય’ અને ‘આઝાદી અમર રહો’ ના નારા સાથે હાથમાં ત્રિરંગો ધ્વજ લઇ તિરંગા યાત્રા ફરી હતી.

આ તિરંગા યાત્રામાં ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી વાઘેલા, શ્રી હિતેશભાઈ બારોટ (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, અ.મ્યુ.કો.), જતીનભાઇ પટેલ(પાણી પુરવઠા કમિટી), લાલજીભાઇ ઠાકર વગેરે મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનો જોડાયા હતા. સાથે સાથે અમદાવાદ-મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ, કાપડીયા સ્કુલના વિદ્યાર્થીઓ, ઉમૈયા કેમ્પસની બહેનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તા. ૧૩,૧૪,૧૫ ઑગસ્ટ, ૨૦૨૨ દરમ્યાન ભરતભરમાં અને વિદેશોમાં પણ વિવિધ આયોજનો થયા. આફ્રિકાના દેશોમાં સત્સંગ વિચરણ કરી ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આફ્રિકા તેમજ ગુરુકુલ પરિવારના દરેક સ્થાનો-કેન્દ્રોમાં સંતો, વિદ્યાર્થીઓ, હરિભક્તોએ રાષ્ટ્ર ભક્તિના આયોજનોમાં ભાગ લીધો.

આફ્રિકાના ટાન્ઝાનીયા દેશના અરુશા શહેરમાં પૂજ્ય સ્વામીજી સંતો સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.
SGVP અમદાવાદ ખાતે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.

તા. ૧૪ ઑગસ્ટ, ૨૦૨૨ ના રોજ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.
તા. ૧૫ ઑગસ્ટ, ૨૦૨૨, ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે SGVP અમદાવાદ ખાતે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં અમદાવાદ જીલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પૂપરમ જ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ઉપસ્થિત સંતો, મહેમાનો. વિદ્યાર્થીઓ અને નગરજનોએ સલામી આપી હતી. મંત્રીશ્રીના પરેડ નિરીક્ષણ અને પ્રાસંગિક ઉદ્બોધાન બાદ વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ દેશ ભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા.

અમદાવાદ ગુરુકુળ, મેમનગર ખાતે પણ પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં અને અગ્રણી હરિભક્તોની ઉપસ્થિતિમાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) તથા દ્રોણેશ્વર ખાતે પણ તિરંગા યાત્રા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Achieved

Category

Tags