Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Cleaning Campaign in Rural Area, Dudhala Gir

Cleaning campaign in villages  20 Oct 2014
Cleanliness is the right and responsibility of human being.  Swamiji appealed to villagers to join cleaning movement and many villagers joined this movement. HH Swamiji himself started this cleaning movement from village Dudhala Gir. Dudhala Gir is s very progressive village. Ladies and gents villagers joined this cleaning movement very enthusiastically.

ઊના પાસેના મચ્છુન્દ્રી નદીના કિનારે દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ -છારોડીની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-દ્રોણેશ્વરમાં સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને તેમજ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં માસિક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉના તથા અમરેલી જીલ્લાના ૩૦ જેટલા ગામોમાંથી ૩૫૦૦ ઉપરાંત ભાવિક બહેન ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. તે સત્સંગ સભામાં પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે આપણું ઘર, આંગણુ, શેરી, બજાર અને ગામડું આભલાં જેવા ચોકખા હોવા જોઇએ.

સ્વામીજીની આ અપીલને લોકોએ તાલીઓના નાદથી વધાવી લીધી હતી અને દૂર દૂર ગામડાંઓમાંથી આવેલા પ્રતિનિધિઓએ આ અભિયાનમાં જોડાવા સંકલ્પો જાહેર કર્યા હતા.
તેમાં પ્રથમ પહેલ ધારી તાલુકાના નાના એવા ગોકુળિયા દુધાળા -ગીર ગામના લોકોએ કરી, સ્વચ્છતા અભિયાન શરુ કર્યું હતું. પૂજ્ય સ્વામીજીએ ગામ લોકોની સભા ભરી સ્વચ્છતા અભિયાન માટે લોકોને તૈયાર કરી, પોતે હાથમાં સાવરણો લઇ મંગળ પ્રારંભ કર્યો હતો.

સ્વામીજી પોતે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે જાણી બહેનો પોતાના ઘર અને શેરીઓ સાફ કરવા લાગી ગયા હતા. અને સ્વામીશ્રીના આ આદેશને બહેનોએ વધાવી લીધો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં યુવાનો અને વડિલો પણ જોડાયા હતા.

દુધાળા ગીર એ ગીર પ્રદેશનું પ્રવેશ દ્વાર છે. અહીંના મુખ્ય માર્ગો પર અનેક દુકાનો આવેલી છે. સ્વામીજીની પ્રેરણાથી દુકાનદારોએ પોતાની દુકાનની આસપાસ સ્વચ્છતા રાખવાના સંકલ્પ કર્યા હતા. આનંદની વાત તો એ છે કે આ ગામના લોકોએ સાથે મળીને ગ્રામ સ્વચ્છતા માટે સુંદર વ્યવસ્થા કરી છે. બજારો અને શેરીઓ સાફ કરવાના ઇજારા અપાય છે. અને એ ઇજારાની આવક ગ્રામના વિકાસ કાર્યમાં વપરાય છે.

ગામના વડિલ શ્રી બાબુભાઇ નાકરાણી, મંત્રી શ્રી બાબુભાઇ સભાયા, યુવાન સરપંચ શ્રી મનિષભાઇ, તલાટી મંત્રી શ્રી મહેન્દ્રભાઇ વગેરેની આગેવાની નીચે ગામ લોકોએ સહર્ષ સ્વચ્છતા અભિયાન કાયમ માટે ઉપાડી લીધેલ છે.

Achieved

Category

Tags