Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Cleanliness campaign – Urban – 2019

Photo Gallery

Based on Pujya Guruvarya Shastri Madhavpriyadasji Swami’s inspiration and under the guidance of Pujya Purani Swami Balakrishnandasji Swami, to mark Mahatma Ghandiji’s 150th birthday celebration year, on 29th September between 7.30 am to 11 am Shree Swaminarayan Gurukul Ahmedabad had organised a cleanliness campaign to clean both sides of Gurukul Road from Gurukul to Vishramnagar.
In this initiative around 1500 individuals including students of Gurukul Ahmedabad, students of SGVP hostel, Rishikumars of Darshnam school and many Gurukul volunteers took part. Due to combined efforts of all they made the whole area crystal clear. They gathered and sent around 12 trucks full of rubbish for recycling.
On this occasion Pujya Balakrishnandasji Swami narrated the significance of purity near our house, vicinity and surroundings as propagated by Mahatma Gandhi, as per the order of Shree Hari in Shikshapatri and as determined by Pujya Madhavpriyadasji Swami.
As per the solemn vow of Pujya Madhavpriyadasji Swami, many saints and devotees of Gurukul have started this collective initiative in around 108 villages as part of the Cleanliness campaign started by our beloved PM Shree Narendra Modi.

ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, મહાત્મા ગાંધીજીના જન્મદિન-ગાંધી જયંતીના ઉપક્રમે ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ રવિવારે સવારે ૭-૩૦ થી ૧૧ વાગ્યા સુધીમાં મેમનગર ગુરુકુલથી વિશ્રામનગર સુધીનો બેય બાજૂ વિસ્તાર, ગુરુકુલ રોડ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સ્વચ્છતા અભિયાનમાં મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ, એસજીવીપી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો વિદ્યાર્થીઓ અને ગુરુકુલ પરિવારના યુવાનો સહિત ૧૫૦૦ સ્વયંસેવકો તેમજ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી સહિત ગુરુકુલના ૪૫ સંતો જોડાયા હતા. જોતજોતામાંતો આખો વિસ્તાર આભલા જેવો ચોકખો કરી નાંખ્યો હતો. અને ૧૨ ટ્રેક્ટર જેટલા કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગુરુકુલમાં સ્વયંસેવકોની સભાને સંબોધન કરતા પુરાણી બાલકૃષ્ણ્દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી ઉપક્રમે અને ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અને પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પ પ્રમાણે આપણાં ઘર, પરિસર અને વિસ્તાર સ્વચ્છ રાખવાના ભાગ રૂપે આ સફાઈ અભિયાનનું નિયમિત રૂપે આયોજન કરવામાં આવે છે.
એ જ રીતે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પ મુજબ ગુરુકુલના સંતોએ જાતે ગામડે જઇ, હરિભકતોની સભા કરી, સ્વચ્છતા અભિયાન અંગેની વાતો કરી જનભાગીદારીથી ૧૦૮ ગામોમાં સ્વચ્છતા અભિયાન ચલાવેલ છે.

Achieved

Category

Tags