Covid-19 Services

Oxygen tank unveiling - 2021

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) સંસ્થા દ્વારા પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણા, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શિક્ષણ, પર્યાવરણ તથા સમાજ ક્ષેત્રે અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે.

આ સેવાકાર્યના નૂતન સોપાન તરીકે SGVP હોલિસ્ટિક હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ ૦૩ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હોસ્પિટલનું લોકાર્પણ કરીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

Donation of Oxygen Concentrators - 2021

હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં SGVP ગુરુકુલ દ્વારા સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ‘SGVP ગુરુકુલ હોલિસ્ટિક હોસ્પિટલ’માં ખૂબ સારી રીતે દર્દીઓની સારવાર થઈ રહી છે.

ગુરુકુલનું નૈસર્ગિક તથા સાત્વિક વાતાવરણ, નિષ્ઠાવાન ડૉક્ટર્સ અને વૈદ્યોના પુરુષાર્થને કારણે કોરોના તથા અન્ય રોગોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈને ખૂબ સંતોષ સાથે ઘરે પરત ફરે છે.

Covid Isolation Center – Surat, Kamrej - 2021

કોરોના મહારામારી સમગ્ર દેશ અને દુનિયાને દઝાડી રહી છે. ચારેબાજુ હાહાકાર મચ્યો છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સેવાના અનેક કેન્દ્રો ખોલી લોકોની વહારે પણ આવ્યા છે.

ખાસ કરીને ગુજરાતમાં સુરત જેવા શહેરમાં કોરોના રોગચાળો ખૂબ વકર્યો છે. ત્યારે દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રયિદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ પરિવાર દ્વારા આ આઈસોલેશનનો પ્રારંભ કરાયો છે.

Ayurved Kit Distribution - 2021

હાલ સમસ્ત વિશ્વ, ભારત અને ગુજરાતમાં કોરોના મહામારીએ માજા મૂકી છે. અનેક લોકો આ બીમારીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓની સ્થિતિ પણ ખૂબ નાજુક છે.

ગામડામાં ન તો દવા કે દવાખાનાની યોગ્ય વ્યવસ્થા છે કે ન યોગ્ય માર્ગદર્શન મળે છે. જેને લીધે અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે.

આભ ફાંટે ત્યારે થીંગડા કેમ મારવા ! પરંતુ નાસિપાસ થઈ જવાથી કોઈ રસ્તા મળે એમ નથી. ત્યારે આપણાથી બનતી લડાઈ લડતા રહેવું એ જ આ મહામારીને હરાવવાનો ઉપાય છે.

Covid-19 vaccination to 400 Seniors - 2021

કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે, SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં SGVP ગુરુકુલ પરિવારના ગુરુસ્થાને વિરાજમાન ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પાર્ષદ શ્રી કનુભગતને SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલ વેક્સિનેશન સેન્ટર ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ.