ધન્વન્તરી યજ્ઞ
ધન્વન્તરી યજ્ઞ ૦૧ નવેમ્બર ૨૦૧૩
દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે રત્નો સમુદ્રમાંથી પ્રાપ્ત થયા તેમાંના એક લક્ષ્મીજી અને બીજા ધનવન્તરી ભગવાન. લક્ષ્મીજીને ધન,વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જ્યારે ભગવાન ધન્વન્તરીને સ્વાસ્થ્યના દેવતા માનવામાં આવે છે.
આ પાવનકારી દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે ગુજરાતભરના ૨૦૦ જેટલા વૈદ્યોએ સજોડે પૂજનમાં બેસી ધનવન્તરી યજ્ઞમાં જોડાયા હતા.
આ યજ્ઞમાં જુદી જુદી ઔષધિઓ, ઘી, જવ, તલ, એલચી, તજ, જટામાસી, તગર, સુગંધી વાળો, ચંદન, ગુગળ, કપૂર તેમજ અન્યજડીબુટ્ટીઓની દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પંડિતો, ઋષિકુમારો તેમજ વૈદ્યો દ્વારા વૈદિક મંત્રોના ગાન સાથે આહુતિઓ આપવામા આવી હતી.
આ યજ્ઞ ચિકનગુનિયા, ઓરી, અછબડા, વાયરલ ફિવર, શરદી ઉધરસ, જેવી બિમારીઓનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધારે છે. યજ્ઞમાં થતા મંત્રોચ્ચારના આંદોલનોના પ્રભાવથી મનની નિર્બળતા, ઉદ્વેગ-ચિંતા, હતાશા દૂર થાયછે અને મનને શાંતિ મળે છે. ધન્વન્તી યજ્ઞની ધુમ્રસેરોવાતાવરણને પવિત્ર કરે છે. ધનવન્તરી યજ્ઞનો અગ્નિ તન મન અને ચૈતન્યને અનોખી ઉર્જા અર્પણ કરે છે.
યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ યજ્ઞશાળામાં ગુજરાતના નામાંકિત વૈદ્ય ભાઇ બહેનોની વિશાળ સભા યોજાઇ હતી. આ પ્રસંગે સદ્ગુરુ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે આટલી મોટી સંખ્યામાં વૈદ્યો -ભાઇઓ અને બહેનો એકઠા થયા જોઇ અત્યંત આનંદ થયો છે.
ખરેખર આપણે આજે જે ધન્વન્તરી યજ્ઞ કર્યો તેની સેર ચારે બાજુના વાતાવરણને પવિત્ર કરે છે. દરેક વનસ્પતિમાં દેવોનો વાસ છે. આયુર્વેદ સંપૂર્ણ વિજ્ઞાન છે જે તનમનને નિરોગી રાખી ચૈતન્યને પ્રફુલ્લિત કરે છે.
આયુર્વેદમાં ઔષધિઓનો નક્ષત્રો અને દેવતાઓ સાથે સુક્ષ્મ અને દિવ્ય સંબંધ છે. નવા નવા સંશોધનો થતાં રહે એજ સાચી ધનવન્તરી યજ્ઞ અને પૂજા છે. આજે ધનતેરસનો દિવસ એટલે ધન શુદ્ધિનો દિવસ છે. પ્રાપ્ત થયેલ સંપત્તિનો સારા કામમાં ઉપયોગ, દિન દરિદ્રો અને અબોલ પ્રાણીઓની સેવામાં વપરાય એ સાચી દાન શુદ્ધિ છે.
આજે ભગવાન ધન્વન્તરીની પૂજાનો દિવસ છે. આયુર્વેદ સંપૂર્ણ વિજ્ઞાન છે,જે તન મનને નિરોગી રાખે છે અને ચૈતન્યને પ્રફુલિત કરે છે. દુર્ભાગ્યે આપણા દેશમાં આઝાદી બાદ આયુર્વેદને જોઇએ તેટલું પ્રાધાન્ય મળ્યું નથી.અને ઓછામાં ઓછું બજેટ ફળવાયછે પરિણામે આયુર્વેદનો જોઇએ તેવો વિકાસ સાધી શકાયો નથી.
નવા યુગના નવા વાતાવરણમાં નવા રોગોના પડકારો ઉભા થયા છે. તે પડકારોને ઝીલવા માટે આયુર્વેદ ક્ષેત્રે નવા નવા સંશોધનોની આવશ્યકતા છે. ગાય, ઓર્ગેનિક ખેતી, યોગ અને આયુર્વેદનો સંગમ રચવાથી માનવ જાત માટે બહુ મોટું કામ થઇ શકે છે.
Picture Gallery
Latest News
14-Jan-2021 | Chikki Annakut - Droneshwar (2021) |
14-Jan-2021 | Shree Ram Mandir Seva |
1-Jan-2021 | Devotional program of mansion music - 2021 |
16-Nov-2020 | Annakut Distribution - Gurukul Ribda (Rajkot) |
14-Nov-2020 | Deepavali - 2020 |
8-Nov-2020 | Distribution of Daily Needs - Social Community - 2020 |
31-Oct-2020 | 20th Patotsav of Shree Ghansyam Maharaj-2020 |
29-Oct-2020 | Shraddhanjali to Late Shree Keshubhai Patel |
13-Oct-2020 | Online Akhand Dhun - 2020 |
13-Oct-2020 | Apple Falkut Mahotsav - 2020 |
Add new comment