Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Dhanvantari Yagna at SGVP Holistic Hospital

As a part of forth coming inaugural ceremony of SGVP Holistic Hospital in the pious memory of Pujyapad Shree Jogi Swamiji. A Dhanvantary Yagna was arranged in the premises of Hospital in the presence of Sadgurvarya Sahsatri Shree Madhavpriyadasji swami, Pujya Purani Swami Bhaktpprakashdasji swami, Pujya Purani Shree Balkrishnadasji Swami, Ayurvedic Vaidya and doctors on the auspicious day of Akshya Trutiya, Vaishakh Sud 2, April 29, 2017.

In the poornahuti of Dnavantari Yagna, Pujya Swamiji described the various Ayurvedic and modern health techniques adopted in this hospital to serve in all kind of diseases. Ayurvedic Panch-Karma treatment along with Yoga training center for better health & Mind and rehabilitation treatment for addiction free healthy life, with research and development will be the major part of hospital services. All kind of treatment will be provided within the reach middle & lower class people.
In allopathy department too, diagnosis and treatment with modern techniques, will be available for all kind of diseases along with for the neuro surgery branch.

આગામી શ્રી જોગી સ્વામી હોલિસ્ટિક હેલ્થ સેન્ટર, SGVP હોલિસ્ટિક હોસ્પિટલના લોકાર્પણ સમારોહના ઉપક્રમે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે વૈદરાજો, ડોકટરો અને સદ્ગુરુ સંતોના સાનિધ્યમાં, સ્વાસ્થ્યના દેવ એવા ધન્વન્તરી દેવના પૂજન રૂપે વૈદિક મંત્રો સાથે આયુર્વેદિક ઔષધિઓના સમીધથી ધન્વન્તરી યજ્ઞનું આયોજન હોસ્પિટલના પરિસરમાં કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP ના અધ્યક્ષ અને આ વિવિધલક્ષી હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં આયોજિત આ ધન્વન્તરી યજ્ઞની પૂર્ણાહુતિમાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ હોલિસ્ટિક હોસ્પિટલ પ્રાચીન અને અર્વાચીન વિજ્ઞાનના સમન્વયરૂપ છે. અહીં યોગ, આયુર્વેદ અને એલોપથીનો ત્રિવેણી સંગમ છે. અહીં શિરોધારા, વમન, વિરેચન, રક્તમોચન વગેરે વિવિધ પંચ કર્મ ચિકિત્સા ખ્યાતનામ વૈદ્યો કરશે. સાથે સંગીત ચિકિત્સા, યજ્ઞ થેરાપી, ધ્યાન, પ્રાણાયામ, રોગ પ્રમાણે યોગાસન, વગેરે ચિકિત્સા પણ હશે. મિડલ ક્લાસ અને ગરીબો માટે રાહત ભાવે સારવાર થશે.
અહીં શ્રેષ્ઠ વ્યસન મુક્તિ કેન્દ્ર પણ રહેશે. શ્રેષ્ઠ સાધનો હશે, શ્રેષ્ઠ સુવિધાઓ હશે, શ્રેષ્ઠ ડોકટરો હશે.
આયુર્વેદના ખ્યાતનામ વૈદ્ય શ્રી તપનભાઇએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણામાં રહેલા ભગવાન દર્દીમાં રહેલા ભગવાનની સેવા કરશે. દર્દી નારાયણની વધુમાં વધુ સેવા આ હોલિસ્ટિક કેન્દ્ર દ્વારા થતી રહેશે.
એલોપથી વિભાગમાં સેવા આપનારા જાણીતા ડોક્ટર શ્રી પાર્થિવભાઈ પટેલે જણાવ્યું હતું કે અહી તમામ પ્રકારના રોગોનું નિદાન, સારવાર અને સર્જરી અત્યાધુનિક સાધનોથી કરવામાં આવશે. પલ્મોનોલોજી, કાર્ડીઓલોજી, ગેસ્ટ્રોન્ટેરોલોજી, ગાયનેકોલોજી,  નેફ્રોલોજી, પેડીયાટ્રિક, ફિજીઓથેરાપી, ડેન્ટલ, ઈએનટી વગેરે વિવિધ વિભાગો સાથે ખાસ કરીને મગજને લગતા રોગો માટે ન્યુરો સાયન્સ વિભાગમાં સંશોધન, સારવાર  અને સર્જરીનું આયોજન કરવામાં આવશે.
 

 

 

 

Achieved

Category

Tags