Footwear distribution - 2023

ઉનાળો મધ્યભાગે પહોંચ્યો છે અને પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. આવા આકરા તાપમાં ઘરની બહાર નીકળવું દુષ્કર બની રહ્યું છે, ત્યારે જે લોકો રોડ ઉપર જ રહે છે અને પગમાં પહેરવા પગરખા શુદ્ધા નથી તેવા બાળકો, સ્ત્રી-પુરુષો ઉપર શું વીતતી હશે તે તો અનુભવ કરનાર જ જણાવી શકે ?

બીજાના દુઃખમાં સહભાગી થઈ એમના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો એક ઉત્તમ સેવા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે તો પોતાના આશ્રિતોને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે, ‘દિન જનને વિશે દયાવાન થવું.’ ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે દરિદ્રનો જોઈ દ્રવી જતાં અને વળી, પોતાના આશ્રિતોને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે, ‘દિન જનને વિશે દયાવાન થવું.’ ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે દરિદ્રને જોઈ દ્રવી જતા અને એમની દરિદ્રતા દૂર કરતા.

ઇષ્ટદેવની આજ્ઞાને અનુસરીને ઉનાળાના આ આકરા તાપમાં રોડ ઉપર ખુલ્લા પગે ફરતા લોકોને થોડી પણ રાહત મળે એવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલ દ્વારા દર વર્ષે હજારો જોડી ચંપલનું વિતરણ કરવામાં આવે છે.

આ વર્ષે તારીખ ૧૪ મે, ૨૦૨૩ ના રોજ અમદાવાદ, રીબડા-રાજકોટ, દ્રોણેશ્વર ખાતે ચપ્પલ વિતરણનો અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુરુકુલના સ્વયંસેવકોએ ગલીગલીએ ફરી, ખેતરોમાં જઈને દસ હજાર ઉપરાંત જોડી ચપ્પલ દરિદ્રનારાયણના પગમાં પહેરાવી અમૂલ્ય સેવાનો લાભ લીધો.

નાનાં નાનાં બાળકોના મુખ પોતાના પગમાં નવા ચપ્પલ જોઈ કમળની જેમ ખીલી ઊઠતા હતા. સ્ત્રીપુરુષોના મુખ ઉપર પ્રસન્નતા દેખાઈ રહી હતી.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.