Guru Poornima - 2017
Guru Poornima – one of the devotional event in the tradition of Guru & Shishya, spiritual master and disciples. Bhagwan Ved Vyas, the source of true knowledge, beneficial to all in the universe. Guru Poornima is the day to accept gratitude towards his benevolence to entire mankind. In this tradition of knowledge, we express a feeling of thankfulness towards our Guru.
On 09 July, 2017 an auspicious day of Guru Poornima, Gurukul Parivar celebrated the occasion with great fervour of devotion towards Sadguruvarya Shastri Shree Madhavpriyadasj Swami in the holy presence of Purani swami Shree Bhaktiprakashadasji Swami, Purani Shree Balkrishnadasji Swami, saints trustees and devotees from each corners of the Saurastra, Kutchh, Gujarat and Mumbai, Nagpur, New Delhi and from abroad too.
પ્રારંભમાં ઠાકોરજી, શ્રીજી પ્રસાદીભૂત ચાંખડી અને વેદોના પૂજન બાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુકુલના મુખ્ય ટ્રસ્ટી નવિનભાઇ દવે, વગેરે ટ્રસ્ટી મંડળે તેમજ ગુરુકુલના તમામ સંતોએ અને આવેલ તમામ હરિભકતોએ સમગ્ર ગુરુકુલ પરિવારના ગુરુ સ્થાને બિરાજીત સદ્ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનું હાર પહેરાવી ગુરુ પુજન કર્યુ હતુ. તથા પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરની શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી નું પૂજન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ ગુરુ રામાનંદ સ્વામીથી માંડીને ગુણાતીત પરંપરાના તમામ સંતોને સંભારી માનસિક ભાવ પૂજન કર્યુંહતું.
પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે ગુરુના ગુરુતો ભગવાન છે. ખરેખર તો ગુરુપૂર્ણિમાં એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. સમગ્ર દેશમાં અનેક પર્વો ઉજવાય છે. તેમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. વેદ વ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે.
એવા વેદ વ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. આજનો દિવસ એ ઋણ સ્વીકારનો અને કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ છે.
પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે, ભારત દેશ મહાન છે. ઋષિમુનિઓનો દેશ છે. ભારતે કોઇ દેશ ઉપર આક્રમણ કરેલ નથી. જે આવ્યા તેને પોતાનામાં સમાવી દીધા છે. તે વેદ વ્યાસ ભગવાનની ધારાઓને વહન કરનારા ઋષિમુનિઓના દ્રષ્ટિકોણને ફાળે જાય છે.
આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધું.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી આશીર્વાદ આપતા જણાવ્યું હતુ કે આજે ગુરુપૂર્ણિમાનું પનોતુ પર્વ છે. ભારતભરમાં આજે આ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. તેજ પ્રમાણે અાજે છારોડી ગુૂરુકુલમાં દેશવિદેશમાં સ્વામિનારાયણ ધર્મ તેમજ ભારતીય સંસ્કૃતિને દિગંતમાં ફેલાવી રહેલ વિદ્વાન શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે, જાણી અત્યંત આનંદ થાય છે. આજે વ્યાસ પૂજનનો દિવસ છે ગુરુના ગુરુ તો ભગવાન નારાયણ છે. એવા નારાયણ ભગવાનનું જે ભજન કરે છે તે મહાસુખિયો થઇ જાય છે.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ પણ ગુરુકુલ પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા.
Latest News
15-Feb-2019 | Homage to martyred of Pulwama |
10-Feb-2019 | Annual Pratishtha Utsav – 2019 |
10-Feb-2019 | Annakut Distribution - 2019 |
26-Jan-2019 | Republic Day Celebration 2019 |
26-Jan-2019 | Educational help to Martyrs’ family -2019 |
14-Jan-2019 | Dhanur Maas 2018-19 |
7-Jan-2019 | Falkut and fruit distribution |
2-Jan-2019 | Social visits |
1-Jan-2019 | Sai Makarand Parva |
30-Dec-2018 | Sneh Milan - 2018 |
Add new comment