Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Holi and Dhuleti celebration, Savannah – 2017

With the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, auspicious events of Holi and Dhuleti were celebrated by devotees in devotional fervor at Shree Sanatan Mandir, Savannah US.
On the day of Holi, March 12, 2017 Shastri Bhaktivedant Swami narrated the inspiring Katha of Prahladji and Bhagwan Nrusinhji to explain the importance of firm shelter-hood (Shranagati) of Bhagwan. Pujya Swamiji also blessed all devotees by telephonic talk and explained the spiritual and scientific importance of Holi-dahan and Rangotsav.
On the day March 13, 2017 after the narration of occasion of Shree Narnarayan Dev jayanti (Birthday of Shree Narnarayan Dev) devotees enjoyed the Dhuleti with natural colors and holy water.
અમેરીકામાં ભાઈ-બહેનોએ હોળીનો ઉત્સવ ઉત્સાહભેર ઉજવ્યો
સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં ચાલી રહેલા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર – સવાનાહ, જ્યોર્જીયા (અમેરીકા) ખાતે હોળી – ધુળેટીના ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા.
હોળીના દિવસે માર્ચ ૧૨, ૨૦૧૭ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે શ્રી સનાતન મંદિરમાં વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા ભક્તજનોએ સમુહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી હનુમાનજી તથા મંદિરમાં બિરાજમાન દેવોની સમુહ સંધ્યા આરતી કરી હતી.

હોળીના ઉત્સવની ઉજવણીમાં રહેલી પ્રહલાદજીની ઐતિહાસિક કથાનું શ્રવણ કરાવતા સ્વામી ભક્તિવેદાંતદાસજીએ જણાવ્યું હતું કે, “પ્રહલાદજીની ભગવાનમાં રહેલી અપાર નિષ્ઠાથી ભગવાન હરહંમેશ એમની રક્ષા કરતા રહ્યા. અનેક નિર્દોષ લોકોને પરેશાન કરનારો અને ભગવાન પ્રત્યે શત્રુભાવથી ઘેરાયેલો હિરણ્યકશીપુ સતત નિષ્ફળતાને પામતો ગયો. એ જ રીતે જે લોકો અન્ય પ્રત્યે શત્રુભાવ રાખે છે અને નિર્દોષ લોકોને પરેશાન કરવા માટે જ પ્રવૃત્તિ જ કરે છે તેમનો દેખાતો ઉત્કર્ષ પણ અંતે તો વિનાશ જ પામે છે.”
“દેવતાઓ પાસેથી અગ્નિમાં નહીં બળવાનું વરદાન પામેલી હોલીકા જ્યારે પ્રહલાદજીને મારવાના આશયથી પોતાના ખોળામાં લઈને અગ્નિમાં બેઠી તો અગ્નિનારાયણે સ્વયં હોલીકાને બાળીને પ્રહલાદજીની રક્ષા કરી. હોલીકા અન્યના વિનાશ માટે દુર્બુદ્ધિ રાખનારી હોવાથી પોતાને પ્રાપ્ત થયેલ વરદાન પણ નિષ્ફળ કરી બેઠી.”
પ્રહલાદજીની કથાના સારમાં કહ્યું હતું કે, “અન્યને પરેશાન કરવાનો આશય રાખનાર વ્યક્તિ અપાર શક્તિશાળી હોવા છતાં પણ પોતાનો વિનાશ જ નોતરે છે. જ્યારે ભગવાનને શરણે દ્રઢ ભરોસો રાખીને અન્યનું હિત ચિંતન કરનારા પ્રહલાદજી જેવા મનુષ્યોની ભગવાન હરહંમેશા રક્ષા જ કરે છે.”
હોળીના ઉત્સવનું વૈજ્ઞાનિક રહસ્ય જણાવતાં કહ્યું હતું કે, “અત્યારનો સમય ઋતુ પરિવર્તનનો સમય છે. આ સમયે અનેક પ્રકારના બેક્ટેરીયા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. જેથી વિવિધ પ્રકારના રોગોનું પ્રમાણ પણ વધે છે. હોળીમા રાખેલા દ્રવ્યો સળગવાથી પ્રગટેલા ધૂમાડાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરીયા નાશ પામે છે અને રોગનું પ્રમાણ ઘટે છે. આ અગ્નિ શાંત થયા પછી બચેલી રાખને શરીર પર લગાવવાથી ચામડી તથા અન્ય રોગો પણ નાશ પામે છે. તે માટે હોળીના બીજા દિવસે ધુળેટીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.”
હોળીના મહત્ત્વનું શ્રવણ કર્યા બાદ બધા જ ભક્તજનો હોલીકા દહન માટે પધાર્યા હતા. હોલીકા દહન પૂર્વે વૈદિક વિધીથી ભગવાન અગ્નિનારાયણનું પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે હોલીકા દહનનો વિધી થયો ત્યારે ભગવાન નૃસિંહનારાયણ અને અગ્નિનારાયણના જયનાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હોલીકા દહનની પૂર્વ તૈયારી પૂજ્ય શ્રી કુંજવિહારીદાસજી સ્વામી તથા મંદિરમાં સેવા કરનારા સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ ઉત્સાહથી કરી હતી.
આજ રોજ સવાનાહ, બ્રુન્સવીક, પુલર, હાર્ડિવીલ, કિંગ્સલેન્ડ, હિન્સવીલે, સ્ટેટબોરો, રીચમન્ડ હિલ, રીન્કોન, ટીફટોન, અગસ્ટા વગેરે વિવિધ વિસ્તારોમાંથી ભાવિક ભક્તજનો હોળીનો ઉત્સવ ઉજવવા માટે એકત્રિત થયા હતા.
હોળી ઉત્સવને માણવા માટે પધારેલા ભક્તજનોને મંદિરમાં સેવા આપતા સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ પ્રેમથી પ્રભુ પ્રસાદ જમાડ્યો હતો.

 

 
અમેરીકામાં ભાવિક ભક્તો ધુળેટી પ્રસંગે વૈવિધ્યપૂર્વ રંગોથી રંગાયા
ભરતખંડના મહારાજા ભગવાન નરનારાયણદેવના પ્રાગટ્યોત્સવ પ્રસંગે ફૂલદોલ અને રંગોત્સવનો ઉત્સવ સનાતન મંદિર ખાતે ભગવાનને પુષ્પોથી શણગારેલા પારણીયામાં બિરાજમાન કરીને વૈદિક મંત્રગાન સાથે વિવિધ પ્રકારના પુષ્પોના પૂજનથી ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પુષ્પદોલોત્સવ તથા રંગોત્સવનો આનંદ માણવા માટે પધારેલા આબાલ-વૃદ્ધ સૌ કોઈએ ખૂબ જ ભક્તિભાવથી ઉત્સવ માણ્યો હતો. ભગવાનનું પૂજન કર્યા બાદ રંગોત્સવને અનુરૂપ વિવિધ પ્રકારની રમત-ગમતોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સૌ કોઈએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રંગોત્સવમાં ભગવાનના પ્રસાદીના પુષ્પો, ગુલાલાદિક સાત્વિક રંગો, કેસરયુક્ત પાણી વગેરેથી સૌએ એકબીજાને પરસ્પર ભીંજવ્યા હતા.

આ પ્રસંગે રંગોત્સવનો મહિમા સમજાવતા સ્વામી ભક્તિવેદાંતદાસજીએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ આપણા જીવનમાં રહેલા રાગ-દ્વેષ, ઈર્ષ્યા-અદેખાઈ આદિક છોડીને પરસ્પર પ્રેમ અને લાગણીઓ વહેંચવાનો દિવસ છે. કોઈના હાથે મૈત્રીના રંગે તો કોઈના હાથે લાગણીના રંગે રંગાવાનો દિવસ છે. આજનો દિવસ સ્વાર્થને છોડીને નિર્દોષ પ્રેમ પીરસવાનો દિવસ છે.”
“ભગવાન નરનારાયણ દેવ પણ નિઃસ્વાર્થભાવે સમગ્ર ભરતખંડની પ્રજાની સુખાકારી માટે અખંડ તપશ્ચર્યા કરી રહ્યા છે, તેમ આપણે પણ આપણા સંગમાં આવનારને નિઃસ્વાર્થભાવે પ્રેમ અને લાગણી અર્પણ કરીએ.”
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ પણ સૌ ભાવિકોને મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા.
આ મહોત્સવની પૂર્વ તૈયારીમાં સ્વામી કુંજવિહારીદાસજી તથા સનાતન મંદિર – સવાનાહમાં સેવા કરનારા ભાઈ-બહેનોએ ખૂબ જ ઉત્સવપૂર્વક ભાગ લીધો હતો.

 

Achieved

Category

Tags