Independence Day Celebration-2020

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે SGVP ગુરુકુલમાં ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માત્ર સંસ્થામાં રહેતા સંતોની હાજરીમાં ૭૪ મું ૧૫ ઓગષ્ટનું આઝાદી પર્વ સાદાઇથી ઉજવાયું

Due to the current Covid 19 pandemic, this year’s 74th Independence Day celebration was conducted at the SGVP Gurukul in the presence of Pujya Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami and with only saint gathering by keeping all social distancing norms and precautions.

આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, આદરણીય કવીશ્વર રવિન્દ્રનાથ ટાગોરે રચેલા રાષ્ટ્રગીતમાં જન મન ગન અધિનાયક અને ભારત ભાગ્ય વિધાતા શબ્દો આવે છે. આજે આ શબ્દો કોના માટે વપરાયા છે એ વિષે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અમારી દ્રષ્ટિએ વિશાળ ભારતીય જનસમુહના અધિનાયક અને ભાગ્યવિધાતા ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ છે. જેઓ હજારો વર્ષથી ભારતીયોના હ્રદયમાં રહીને શાસન કરે છે. ભારતના મહાન ઋષિઓ ભારતના ભાગ્યવિધાતાઓ છે. જેઓએ આપણને જીવનની સાચી દિશા આપી છે. આ ભારતીય મહાપુરુષો સિવાય ભારતવર્ષ ઉપર આક્રમણ કરનારા કોઈ ભારત ભાગ્યવિધાતા ન હોઈ શકે.

On this occasion, Pujya Swamiji described the meaning of two verses from India’s anthem, “Jana mana gana adhimayak” and “Bharat bhagyavidhata” - meaning who is the ruler of the minds of all people and dispenser of India’s destiny? Swamiji mentioned that it has to be Shree Ram and Shree Krishna and the great Rishis of India, who gave the direction and true path of righteousness. He also said that the people who attacked the very soul of this country cannot be the dispenser of India’s destiny.

આ પ્રસંગે સ્વામીએ ભારતના પ્રજાજનોના અધિનાયક રુપે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ તથા નહેરુજી વગેરેને યાદ કર્યા હતા.

On this occasion Swamiji regraded Mahatma Gandhi, Sardar Patel, Shubhaschandra Bose, President

Rajendraprasad, Pandit Nehru etc. as people of India’s true representatives, who had directed India to its true glory.

આ પ્રસંગે સ્વામીએ વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Swamiji also pay homage to the people who had sacrificed their life for India’s independence.

ભારતીય સંસ્કૃતિ કેવળ સંપત્તિને નમન કરતી નથી, સંપત્તિના સદ્ઉપયોગને નમન કરે છે. ભારતીય સંસ્કૃતિ શીખવે છે કે પ્રામાણિકતાથી મેળવવું અને વહેંચીને ભોગવવું.

He also said that the India’s culture doesn’t believe in only accumulation of wealth but believe in utilisation for noble causes and earn it ethically.

ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક સંસ્કૃતિ છે પણ ભૌતિકવાદની નથી. આઝાદી તો મળી ગઈ, પણ રામરાજ્યની સ્થાપના બાકી છે. જ્યારે ભારતીય સમાજમાં કોઈ પણ દિન, હિન, કંગાલ, વ્યસની, ભ્રષ્ટાચારી નહીં હોય. જ્યારે ભારતીય પ્રજાના ઘરે ઘરે ઇશ્વરની આરાધના થતી હશે, જ્યારે ભારતીય પ્રજા નાત-જાત અને પંથોના ભેદભાવ ભૂલીને સમરસતાને પૂજતી થશે ત્યારે રામરાજ્ય આવ્યું ગણાશે.

Our culture is of spirituality and not of materiality. We claimed the independence from the British almost seven decades ago but real independence where there is no poverty, there is equal opportunities for all, no intoxicated people, all are educated, there is no corruption and at every home, there is a light of divinity and unity in diversity, such independence is yet to achieve and that is the true Ram Rajya.

તાજેતરમાં અયોધ્યા ખાતે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ભગવાન રામની જન્મભૂમિ ઉપર શિલાપૂજન કર્યુ. એ શિલાપૂજન રામરાજ્યની સ્થાપનાનું શિલાપૂજન હતું.

Pujya Swamiji also said that the recently concluded groundbreaking ceremony at Ayodhya by our PM Modi was the groundbreaking ceremony of Ram Rajya.

આપણી નવી પેઢીમાં નાનપણથી સંસ્કારોનું સિંચન થશે તો જ રામરાજ્યની સ્થાપનાનું સ્પપ્ન સાકાર થશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલની સ્થાપના આટલા માટે જ કરી છે.

Swamiji reminded everyone that Pujya Shastriji Maharaj established this Gurukul for this vision because if childhood is nurtured with true values then and only then such Ram Rajya is possible.

આ પ્રસંગે SGVP ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ રિલેશન્સના એક્ઝ્યુક્યુટીવ ડાયરેક્ટર રવિભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહયા હતા.

On this occasion the director of International education relationships, SGVP Shree Ravibhai Trivedi was also present.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.