Jalzilani Mahotsav, Gurukul Droneshwar
દ્રોણેશ્વર મહાદેવજીની સાનિધ્યમાં મચ્છુન્દ્રી નદીના કિનારે દ્રોણેશ્વર ગુરૂકુલ દ્વારા ઉજવાયેલ ભવ્ય જલઝીલણી મહોત્સવ ઉમટેલો માનવ મહેરામણ
સતિ, શૂરાસિંહ અને સત્યપુરૂષોના નિવાસથી અનેરી ભાત પાડતો પ્રદેશ એટલે નાઘેર-બાબરીયાવાડ, આ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વ પાંડવ ગુરૂ દ્રોણાચાર્યે મચ્છુન્દ્રીના કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આજે પણ મહાદેવજીના મસ્તક ઉપર અવિરત જલધારા વહી રહી છે.
એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના અધ્યક્ષ શાષાી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની વડપણ હેઠળ તેમજ પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી કષ્ટભંજન દેવના પાવન પટાંગણમાં મચ્છુન્દ્રી નદીના નિર્મળ નિરમાં ઠાકોરજીને હોડીમાં પધરાવી, વિહાર, કરાવી જલઝીલણી મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો. વરસાદી વાતાવરણ હોવા છતાં પણ ઉના પંથકના ફાટસર, ઇંટવાયા, દ્રોણ, ખીલાવડ, ગીર, ગઢડા, વડવીયાળા, જુડવડલી, અંબાડા, ધોકડાવ, ફરેડા, જામવાળા, ભાચા, કંસારી વગેરે ગામો માંથી ૧પ૦૦૦ હજાર ઉપરાંત ભાવિકો ઉમટી પડયા હતા.
સવારે ૮ વાગ્યે ફાટસર ગામેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ફાટસર ગામના ભાવિકો જોડાયા હતા. આ ઉપરાંત ઇંટવાયા, ખીલાવડ અને દ્રોણ ગામેથી પણ ટ્રેકટરમાં ઠાકોરજીને પધરાવી શોભાયાત્રા રૂપે ધૂન કરતા દ્રોણેશ્વર ગુરૂકુલ પધાર્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મેમનગર ગુરૂકુલના વિદ્યાર્થીઓએ સંગીત રાસ મણીયારો રાસ તથા નૃત્યની રમઝટ બોલાવી હતી.
ત્યારબાદ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, શ્રી શ્રી હરિદાસજી સ્વામી, ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા શ્રી વિહારી સ્વામી વગેરે સંતો એમચ્છુદ્રી નદીમાં શણગારેલા હોડીમાં ઠાકોરજીને પધરાવી પ્રથમ આરતી ઉતારી હતી. આ રીતે ચાર આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે અમેરિકા સત્સંગ વિચરણ કરી રહેલ શાષાી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલીફોનીક માધ્યમથી જણાવ્યું હતું કે ખરેખર મચ્છુન્દ્રીને કિનારે અને. એચ. શ્રી દ્રોણેશ્વર મહાદેવજી અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સાનિધ્યમાં જલઝીલણીનો ઉત્સવ માણવો એ મહત ભાગ્ય છે. આ નાધેર પંથક મહાન તિર્થ રૂપ છે કારણ કે ઘણા વર્ષો પૂર્વે સદ્. શ્રી ગુણાતિતાનંદ સ્વામી વિગેરે ઘણા સંતોને ગામડે ગામડે ફરી આ ધરાને પાવન કરી છે. આપણાં ગામડાંઓ સ્વચ્છ અને આભલા જેવા હોવા જોઇએ.
પૂ. શ્રી બાલસ્વામીએ જણાવ્યું હતું કે આ વરસાદ વાતાવરણમાં આટલી મોટી સંખ્યામાં આ મહોત્સવમાં હરિભકતો દર્શાનાર્થે આવ્યા છે. એ જોઇ ખૂબ જ આનંદ થાય છે આજે જલઝીલણી એકાદશી એ પરિવર્તિની એકાદશી છે. આ એકાદશી શાષા પ્રમાણે ઇચ્છિત ફળ આપનારી સાથે સાથે પાપ વિમોચની એકાદશી છે.
પૂર્વે ત્રેતાયુગમાં બલી રાજા ભગવાનના ભકત હતા પણ તે ઇન્દ્રનો દ્રોહી હતા. દેવ લોક અને પૃથ્વી લોકને જીતી લીધા હતા. તમામ દેવો દ્વારા વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરવાથી ભગવાને યજ્ઞ કરતા બલી રાજા પાસે ભિક્ષા માંગી અને સર્વસ્વ હરી લીધું. પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાને પાતાળનું રાજય આપ્યું અને પોતે બંધાય ગયા. તેની સાથે અષાઢ મહિનાની શુકલ એકાદશીથી ર્કાતિક મહિનાની શુકલ એકાદશી (પ્રબોધની એકાદશી) સુધી તેની પાસે રહેવાની પ્રતિજ્ઞા લીધી આજે પણ બીજે સ્વારૂપે શેષશાયી રૂપે રહેલા ભગવાન આજ દિવસે પોતાનું પડખું ફેરવે છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે. આ પ્રસંગ વડતાલ પીઠાધિપતિ પુજય આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજે શુભાશિર્વાદ પાઠવ્યા હતા.
પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં જલઝીલણીનો મહિમા તથા ભગવાના ચરિત્રોની વાતો કરી હતી. આ પ્રસંગે ગુરૂકુલ દ્વારા પ્રકાશિત થયેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહરાજના કલરીંગ ફોટા સાથેનું કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અંતે, આવેલા તમામ હરિભકતોને ટોપરાપાક તેમજ ફરાળી ચેવડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
Picture Gallery
Latest News
30-Nov-2019 | 24th Patotsav & Vachanamrut Parva - Gurukul Memnagar, 2019 |
23-Nov-2019 | Gujarati Gaurav Award towards to Pujya Swamijee - Mumbai |
24-Oct-2019 | Satsang Sadhana Shibir - Rishikesh |
13-Oct-2019 | Sharad Poornima Utsav - 2019 |
7-Oct-2019 | Navaratri festival – Savannah USA |
2-Oct-2019 | Cleanliness Campaign - Rural |
29-Sep-2019 | Cleanliness campaign - Urban |
23-Sep-2019 | Vachanamrut Satsang Mahasabha - 2019 |
9-Sep-2019 | Jalzilani Mahotsav, Droneshwar - 2019 |
27-Aug-2019 | Kavi Dalapatram Sahityotsav - 2019 |
Add new comment