Janmashtami Celebration – 2018
Shravan Vad 8, the very auspicious day of Janmashtami was celebrated by Gurukul Parivar at Shree Swaminarayan Gurukul Ahmedabad in the holy presence of Purani Swami Shre Bhaktiprakashdasji Swami, Purani Shree Balkrishnadasji Swami, Purani Shree Hariswarupdasji Swami and devotees on 3rd September, 2018. Sadguruvarya Shastri Shree Madhavpriydasji Swami also blessed the occasion form Savannah, USA.
જન્માષ્ટમીની શુભ રાતે બરાબર ૧૨ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતે પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી એ કલાત્મક હિંડોળા અને પારણામાં ઝુલતા બાલસ્વરુપ શ્રી કૃષ્ણ ભગવાન-ઘનશ્યામ મહારાજની આરતિ ઉતારી, દર્શન ખુલ્લા મૂક્યા ત્યારે ચારેબાજુથી હજારો દર્શનાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જયનાદ સાથે નંદઘેર આનંદ ભયોના જયનાદ કર્યો હતા. નંદબાબા પોતાના વહાલસોયા બાળ કૃષ્ણને ટોપલામાં પધરાવી આવતા ગુરુકુલના વિદ્યાર્થીઓએ અને સંતોએ રાસની રમઝટ બોલાવી હતી.
પ્રાગટ્યોત્સવ પહેલા પ્રેમાનંદ મ્યુઝીક એકેડેમીના કલાકારોએ ભકિતસંગીતના રંગારંગ કાર્યક્રમથી લોકોને રસતરબોળ કર્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ યદા યદા હિ ધર્મસ્ય થી માંડીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સુધીનો પ્રસંગ આબેહૂબ રીતે વર્ણવ્યો હતો. અને કહ્યું હતું કે જ્યારે જયારે સમાજમાં અધર્મ વ્યાપે છે ત્યારે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરી પધારે છે. સાથે સાથે ધર્મનું સ્થાપન પણ કરે છે.
અમેરિકામાં-જ્યોર્જીયા રાજ્યના સવાનાહ ખાતે, શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં શ્રીમદ્ ભાગવત કથા પ્રસંગે પધારેલ સદ્ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા જણાવ્યું હતું કે ભારતદેશ મહાભાગ્યશાળી છે. જ્યાં રામકૃષ્ણાદિ અવતારો તથા મહાન પુરુષો ભારતમાં પ્રગટ થયા છે. ભગવાનની દિવ્ય લીલાઓ મોક્ષમૂલક છે જે લીલાઓનું સ્મરણ કરવાથી કલ્યાણ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ ભકતોનું રક્ષણ અને અસુરોના સંહાર માટે સુદર્શન ચક્ર ધારણ કરે છે. જ્યારે પોતાના ભકતોના મનને આનંદ આપવા માટે બંસરી પણ વગાડે છે. શ્રી કૃષ્ણના જન્મ સમયે રાતે કમળનું ખીલવુ, નિર્ધુમ યજ્ઞ કુંડો અને વરસાદી વાતાવરણમાં પણ યમુનાના નિર્મળ જળ એ ચમત્કારિક ઘટના છે.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આજે પણ ભગવાન પ્રગટ છે એની સાબિતી એ છે કે અત્યારે સારાયે ભારતભરમાં રાતના ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો હશે. અને તેમા લાખો ભાવિકો મંદિરમાં ઉપસ્થિત હશે. અંતમાં સંતો અને હરિભકતોએ સમૂહ રાસ લીધો હતો. દરેકને પંચજીરીનો પ્રસાદ વહેંચવામાં આવેલ. ગુરુકુલમાં સંતો અને હરિભકતો દ્વારા કલાત્મક હિંડાળા શણગારવામાં આવેલ છે.
રાજકોટ – રીબડા ખાતે પણ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓએ પુરાણી શ્રી બાળકૃષણદાસજી સ્વામીના સાનિધ્યમાં જન્મોત્સવની ઉજવણી કરી હતી.

Latest News
14-Jan-2021 | Chikki Annakut - Droneshwar (2021) |
14-Jan-2021 | Shree Ram Mandir Seva |
1-Jan-2021 | Devotional program of mansion music - 2021 |
16-Nov-2020 | Annakut Distribution - Gurukul Ribda (Rajkot) |
14-Nov-2020 | Deepavali - 2020 |
8-Nov-2020 | Distribution of Daily Needs - Social Community - 2020 |
31-Oct-2020 | 20th Patotsav of Shree Ghansyam Maharaj-2020 |
29-Oct-2020 | Shraddhanjali to Late Shree Keshubhai Patel |
13-Oct-2020 | Online Akhand Dhun - 2020 |
13-Oct-2020 | Apple Falkut Mahotsav - 2020 |
Add new comment