Mahashivaratri Festival - 2021
Posted by news on Thursday, 11 March 2021શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સત્સંગીઓને આજ્ઞા કરી છે, કે વિષ્ણુ, શીવ, ગણપતિ, પાર્વતિ અને સૂર્યનારાયણનું અમારા ભકતોએ આદર થકી પૂજન કરવું અને શિવરાત્રીના દિવસે શિવજીનું પૂજન તથા ઉત્સવ કરવા. એ આજ્ઞા પ્રમાણે ગુરુકુલ પરિવાર દ્વારા શિવપર્વોના દિવસે વિશેષ પૂજન, અનુષ્ઠાન થાય છે.
પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP ગુરુકુલ પરિવારના બધા શાખા ગુરુકુલોમાં શિવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.