Pipalava

Murti Pratishtha Mahotsav – Pipalava (Gir)

ખાંભા વિસ્તારના નાનકડા પીપળવા (ગીર) ગામમાં પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામિનારાયણનું નૂતન મંદિર તૈયાર થયું. એ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૮ થી ૧૦ મે, ૨૦૧૮ દરમિયાન ઉજવાયો હતો. આ પ્રસંગે નાના સંતોએ શ્રીમદ્‌ સત્સંગીજીવનની કથાનું શ્રવણ કરાવ્યું હતું તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ મહારાજનાં લીલાચિત્રોની કથા સંભળાવી હતી.