Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Pulmonology Seminar – 2021

SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં યોજાયો પલ્મોનોલોજી સેમિનાર
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) દ્વારા માનવસેવાનાં અનેક સેવાકાર્ય થઇ રહ્યાં છે. દર્દીનારાયણની સેવા થાય તે માટે SGVP કેમ્પસમાં શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટીક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વયથી દર્દીઓની સારવાર થઇ રહી છે. SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દર્દીઓ ખૂબ સારી રીતે સારવાર મેળવે છે.
પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની દીર્ઘદ્દષ્ટિ અને માર્ગદર્શન મુજબ જટિલ રોગોના નિદાન અને સારવાર માટે હોસ્પિટલમાં અવાર નવાર ડોક્ટર્સની મિટીંગ અને કોન્ફરન્સનું આયોજન થતું રહે છે.
આવા જ કંઇક સુભગ હેતુને સિદ્ધ કરવા માટે તારીખ ૧૭ થી ૧૯ ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન SGVP હોલિસ્ટીક હોસ્પિટલ, અમદાવાદમાં ફેફસાંને લગતી બિમારી અને એ બિમારી માટે નવા સંશોધનો માટે ડોક્ટર મિત્રો દ્વારા TESCON 2020 – પાંચમી રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયું હતું.

TESCON (થોરાસીક એન્ડોસ્કોપી સોસાયટી- કોન્ફરન્સ) એ એક એવી કોન્ફરન્સ છે કે જેમાં ઇન્ટરનેનલ પલ્મોનોલોજી ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી કાર્ય થઇ રહ્યું છે. ફેફસાંને લગતા રોગો અને તેની સારવારના સંશોધનો પર રીસર્ચ કરવામાં આવે છે.
આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રિય કક્ષાના ફેકલ્ટી પણ જોડાયેલ છે. વર્ષોથી સારવાર કરી રહેલા સિનીયર ડોક્ટરો જુનિયર ડોક્ટરોને ટ્રેનિંગ અને માર્ગદર્શન આપે છે.
• SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં યોજાયેલ પાંચમી રાષ્ટ્રીય TESCON-2020 કોન્ફરન્સમાં ૧૨૫ ડોક્ટરોએ ભાગ લીધો હતો.
• બેઝીક બ્રોન્કોસ્કોપી, બ્રોન્કોસ્પોપિક બાયોપ્સી, કન્વેન્સનલ TBNA લિનયર EBUS, થેરાપ્યુટિક બ્રોન્કોસ્કોપી, CRE બલૂન ડાયલેટેશન, લંગ રિસેક્શન જેવી અનેક પ્રોસિજર પર ચર્ચા-વિચારણા-સંશોધન થયું હતું.
• સિનીયર ડોક્ટરોએ લાઇવ સર્જરીઓ કરીને જૂનિયર ડોક્ટરને કોન્ફરસન્સ દ્વારા ટ્રેનિંગ અને માર્ગદર્શન આપ્યું હતું.

Achieved

Category

Tags