Rajkot

Free Wellness Center: SGVP Gurukul Ribda - 2023

SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) આયોજીત નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્ર

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના હસ્તે તા ૧૨ માર્ચ ૨૦૨૩ ના રોજ નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્રનો (Free Wellness Center) મંગલ શુભારંભ થયો.

પૂજ્ય શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીનો અક્ષરવાસ - 2022

શ્રીજી મહારાજના લાડીલા, સાધુગુણે સંપન્ન, પ. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના અનન્ય કૃપાપાત્ર, ભજનિક, સેવાપરાયણ, સદવિદ્યાના તંત્રીશ્રી પ. પૂ. શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી ભાદરવા સુદ નવમી, શ્રીહરિજયંતિ તા. ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વહેલી સવારે ભગવદ્ સ્મરણ કરતા અક્ષરવાસી થયા છે.

ધર્મજીવન સત્ર - ગુણાનુવાદ સભા, રીબડા ગુરુકુલ - 2022

વર્તમાન યુગમાં પ્રાચીન ગુરુકુલ પરંપરાના પ્રણેતા પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જીવનને કેન્દ્રમાં રાખીને એમના કૃપાપાત્ર શિષ્ય વિદ્વાન સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ છ ભાગમાં ઐતિહાસિક શ્રીધર્મજીવનગાથા નામના મહાગ્રન્થનું લેખન કરેલ છે.

શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી જન્મશતાબ્દી મહોત્સવ - રાજકોટ

On the occasion of 100th birth anniversary year of Param Pujya Purani Swami Shree PRamprakashdasji Swami and Param Pujya Mugat Swami Shree Nirannamuktadasji Swami, with the inspiration from Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and in the holy presence of Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and Pujya Purani Shree Shreeharidasji Swami, and under the guidance of Pujya Purani Shree Balkrishnadasji Swami, Gurukul Parivar Celebrated the JANM SHATABDI MAHOTSAV, at Rajkot during January 11 to 15, 2017.

મૂર્તિ પ્રતિષ્ઠા - સહજાનંદ ધામ, રાજકોટ, 2013

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી મવડી પાસેના પટેલનગરમાં ગુરુકુલ પરિવારના ભાવિક ભકતોના આગ્રહથી સહજાનંદ ધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ સ્થાપન કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મૂર્તિ સ્થાપનની પૂર્વ સંધ્યાએ ભકિત મહિલા મંડળના બહેનો દ્વારા ૧૨ કલાકની અખંડ ધૂન કરવામાં આવી હતી.

Urology Medical Camp - Rajkot, 2013

As a part of Sadguru Vandana Mahotsav on the occasion of 108th birth anniversary of Pujyapad Shree Jogi Swamiji, free socio-medical camps were arranged for the benefit of needy. In the succession, at B T Savani Hospital, Rajkot a urology free camp was held under the guidance of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami on 02nd February, 2013.Urology camp was initiated in the holy presence of Sadguru Purani Shree Balkrishnadasji Swami, Shree Vajubhai Vala (Speaker, Legislative Assembly, Gujarat), Dr.

મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, કાંગશિયાળી, 2012

ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રસાદીભૂત રાજકોટ નજીક કાંગશિયાળી ગામે ગુરુકુલ પરંપરાના પ્રણેતા પરમપૂજય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા અખંડ ભગવત પરાયણ શ્રી જોગી સ્વામી વારંવાર પધારી સત્સંગને નવ પલ્લવિત રાખેલ છે.આ કાંગશિયાળી ગામે પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીના શુભાશીર્વાદથી નવ્ય ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર તૈયાર થયેલ છે.

શ્રીમદ્દ ભાગવત્ કથા-પારાયણ : શ્રી સ્વામિનારાયણ મંદિર, રાજકોટ

રાજકોટ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીમદ્દ ભાગવત્ કથા-પારાયણ
અખંડ ભગવત પરાયણ પૂજય જોગી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં, અ.નિ.પિતાશ્રી માધાભાઇ રામજીભાઇ વઘાસિયા, અ.નિ. માતુશ્રી નાથીબેન તથા અ.નિ. સાંખ્ય યોગી શ્રીચંપાબેનની પવિત્ર સ્મૃતિમાં, શ્રી ધીરુભાઇ માધાભાઇ વઘાસિયા પરિવાર દ્વારા રાજકોટ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી લક્ષ્મીનારાયણાદિક દેવોના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી માધવજીવનદાસજી સ્વામીના વકતા પદે તા.૨૯-૧૧-૨૦૧૧થી તા.૫-૧૨-૨૦૧૧ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.

Pages