શ્રીહરિ જયંતી મહોત્સવ - 2017
ભગવાન શ્રી રામ જન્મોત્સવ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ પ્રસંગે અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજીત ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર સહિત રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા. દરેક હરિભકતોએ નિલકંઠ વર્ણીને દૂધાભિષેક કરી અનેક પ્રકારના મેવા-મિઠાઇનો થાળ, રાજવિ ઉપચારો તેમજ સુકા મેવા તથા ફળો અર્પણ કરી મહાપૂજા કરી હતા.
આ રાજોપચાર પૂજનમાં ભગવાનને ચાર વેદ, શાસ્ત્ર - પુરાણોના પાઠ સાથે સ્તવન તેમજ શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈદિક પુરુષ સુક્તના મંત્રો, અલંકાર, છત્ર, ચામર, દર્પણ, સંગીત, વગેરે ઉપચારોથી તેમજ મૂર્તિઢગ ફુલની પાંખડીઓથી ભગવાનનું પૂજન કર્યું હતું.
દિવસે ૧૨ વાગ્યે મેમનગર ગુરુકુલ તથા એસજીવીપી ગુરુકુલમાં શ્રી રામચંદ્રજી ભગવાનનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તેમજ રાતે ગુરુકુલ અમદાવાદ ખાતે ઉજવાઇ રહેલ શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરુઆતમાં સ્વામી દર્શનપ્રિયદાસજી અને હસમુખ પાટડીયાએ ભગવાનના જન્મોત્સવના કિર્તનોની રમઝટ બોલાવી હતા. ત્યારબાદ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી હતી.
આ દિવ્ય પ્રસંગે પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના અવતાર પૂર્વે દુર્વાસા મુનિનો શાપ અને તત્કાલિન ભારતની ધાર્મિક, સામાજિક અને રાજકીય સ્થિતિ કેવી હતી તેની વાત કરી હતી.
ત્યાર બાદ દ્રોણેશ્વર કથા પ્રસંગે પધારેલા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે હતી કે આજનો દિવસ અત્યંત મંગળકારી છે. કારણકે પવિત્ર ભારત ભૂમિમાં એક તિથિએ ભગવાન રામચન્દ્રજી અને ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયુ છે
ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં ખૂબ જ વિવેક શીખવ્યો છે. બધાજ પાણી સરખા હોતા નથી. ગંગા, યમુના અને સરસ્વતીના જળની તોલે કોઇ જળ આવી શકે નહી. બીજા બધા પત્થર ભલે હોય પણ શાલિગ્રામની તોલે કોઇ આવે નહી. વૃક્ષો અનેક જાતના હોય પણ તુલસીની તોલે કોઇ વૃક્ષ આવે નહી. પશુઓ અનેક જાતના હોય પણ ગાયના તોલે કોઇ પશુ ન આવે. દિવસો બધા એક સરખા લાગે પણ રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રી, દિપાવલી, એકાદશી, પૂર્ણિમા વગેરે દિવસોની તોલે કોઇ બીજા દિવસ ન આવી શકે. વેદના વચનો અને ભગવાન શ્રી કૃષ્ણના વચનો આપણા માટે શ્રેષ્ઠ પ્રમાણરુપ છે. તેના વચનોની અને તેના પ્રમાણોની તોલે કોઇ આવે નહી. આ ભારતભૂમિમાં મહાન આચાર્યો શ્રી રામાનુજાચાર્ય, શ્રી વલ્લભાાચાર્યજી પ્રભુજી, શંકરાચાર્યજી હોય કે અન્ય મહાન પ્રતિભા સંપન્ન આચર્યશ્રીઓ હોય, તેમણે અવતારોમાં અને મૂર્તિપૂજામાં અડગ શ્રદ્ધા ધરાવી છે. આજ પવિત્ર રામનવમી અને શ્રીહરિજયંતીના દિવસે ભગવાનમાં અને ભગવાનના અવતારોમાં ઉત્તરોત્તર આપણી શ્રદ્ધા વધે તેવી ભગવાનના ચરણમાં પ્રાર્થના છે.
અંતમાં સંતો અને હરિભકતો સમૂહ રાસમાં જોડાયા હતા. દર્શનાર્થીઓને પંજરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
Latest News
15-Feb-2019 | Homage to martyred of Pulwama |
10-Feb-2019 | Annakut Distribution - 2019 |
10-Feb-2019 | Annual Pratishtha Utsav – 2019 |
26-Jan-2019 | Educational help to Martyrs’ family -2019 |
26-Jan-2019 | Republic Day Celebration 2019 |
14-Jan-2019 | Dhanur Maas 2018-19 |
7-Jan-2019 | Falkut and fruit distribution |
2-Jan-2019 | Social visits |
1-Jan-2019 | Sai Makarand Parva |
30-Dec-2018 | Sneh Milan - 2018 |
Add new comment