Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Rath Yatra – 2018

The Auspicious day of Rath Yatra, Ashadh Sud 2, has more importance for the Gurukul Parivar as it is the birthday of Param Pujya Shastriji Maharaj Shree Dharmajivandasji Swami, the founder of Gurukul tradition.14 July 2018 was the 117th birth anniversary of Pujya Shastriji Maharaj, Gurukul Parivar celebrated this day with extra Bhajan, Dhoon & Mantra Lekhan at SGVP, Gurukul Ahmedabad and all branches.Secondly, with the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and under the guidance of Pujya Purani Shree Balkrishnadasji Swami, Gurukul Ahmedabad organizes the marvellous Rath Yatra. This year too, in the holy presence of Purani Swami Shree Bhaktiprakashdasji Swami, 11th Rath Yatra was organised with the support of several organisations and social groups. Thousands of devotees participated and graced with Darshan of Bhagwan Jagannath. Subhadraji & Balaramji Along with the chariot of Bhagwan Shree Jagannnath, over 22 inspiring floats, Raas Mandals, DJ units were included in Ratha Yatra. On the route, thousands of devotees took the benefit of Darshan, Poojan and Prasadam.Moreover, Volunteers of Gurukul Parivar cleaned the entire route just behind the Rath Yatra and made it free from garbage of plastic pouches, bags, empty food packets, wrappers and other wastes.

વર્ષાઋતુના પ્રારંભે ભગવાન શ્રી જગન્નાથ પોતાના બહેન સુભદ્રાજી અને મોટા ભાઇ બળભદ્રજી ભૈયા સાથે પોતાના ભકતોને દર્શન અને પૂજનનો લાભ આપવા શહેરમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી,  પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે આજે શનિવારે બપોરે ૨ કલાકે મેમનગર ગુરુકુલથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેમાં અમદાવાદની ૨૨ ધાર્મિક સંસ્થાઓનો સહકાર મળ્યો હતો. રથયાત્રા પ્રારંભ પહેલા વૈદિક વિધિ સાથે ૧૧૧ બહેનોએ ભગવાન શ્રી કૃષ્ણ, બળરામ ભૈયા અને સુભદ્રાબેનને રક્ષા સુત્ર બાંધી પૂજન કર્યુ હતું.
    પ્રારંભમાં ગુરુકુલમાં વિરાજીત જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામ ભૈયાનું દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક વિધિ સાથે ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું.

         ત્યારબાદ ઠાકોરજીની આરતિ ઉતાર્યા બાદ સોનાની સાવરણીથી વાળી (પહિંદ વિધિ)  પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા- પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ તથા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ ચુડાસમાએ રથનું દોરડું ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાની વ્યવસ્થા માટે ૧૧૦૦ સ્વયં સેવકો જોડાયા હતા. ગુરુકુલ દ્વારા ૧૧૦૦ કિલો કાકડી, ૨૫૦૦ કિલો ખારેક, ૧૧૦૦ કિલો મગ અને ૧૧૦૦ કિલો ચોકલેટ પ્રસાદ રુપે વહેંચવામાં આવી હતી.

રથયાત્રા શહેરમાં ફરી સાંજે સાડા સાત વાગ્યે ગુરુકુલ પહોંચતા રથયાત્રાનું સ્વાગત થયા બાદ સભાના રુપમાં ફેરવાઇ ગયા હતા. સંતો દ્વારા રથમાં બિરાજીત ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ તમામ ભકતોને પ્રસાદની વ્યવસ્થા ગુરુકુલમાં કરવામાં આવી હતી.
    આ રથયાત્રા પ્રસંગે વિદેશ સત્સંગ પ્રચારાર્થે ગયેલા સદ્ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી રથયાત્રાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે સમસ્ત વિશ્વ રથ સમાન છે. ભગવાન પોતાની અંતર્યામિ શક્તિથી સંસારરુપી રથ ચલાવે છે.

    આપણું શહેર સ્વચ્છ શહેર એ અભિયાન અતંર્ગત આવી વિશાલ નગરયાત્રામાં પ્લાસ્ટીકની થેલીઓ, પાણીના પાઉચો, નાસ્તાના કાગળિયા, પ્રસાદના ખાલી પેકેટો વગેરે કચરો ઢગલાબંધ ઉભરાતા હોય છે. નગરયાત્રા દરમ્યાન આ તમામ કચરો ગુરુકુલના ૩૦૦ સ્વયં સેવકોએ એકઠો કરી, ટ્ર્રેક્ટર દ્વારા યોગ્ય નિકાલ કરેલ.
 

 

Achieved

Category

Tags