Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Rath Yatra

On the auspicious day of Rath Yatra, Ashadhi Bij, Gurukul Parivar celebrated the Birth day of Sadguru Shastri Shree Dharmajivandasji Swami, the founder of Gurukul tradition, in the unique way of singing Bhajan, Jap, Anushthan and Satsang. Moreover, saints, students and devotees performed incessant Dhoon and organized a Satsng Sabha.
In the evening, the forth Rath Yatra was taken out from Memnagar Gurukul along with number of floats giving the message of pious life, pure atmosphere, better environment, addict free social life. A traditional Poojan was offered to Shree Jagannathiji, Sister Subhadraji and Brother Baldevji. In this forth Ratayatra in western region of Ahmedabad, Shree Ashitbhai Vora (Mayoshree, Ahmedabad), Shree Bhupendrabhai Chudasama (co-chairman, Ayojan Panch), Shree Bhupenrabhai Patel (Chairman, Standing committee, Municipal corp.) initiated the holy Rath with Arati and by sweeping the path of Rath Yatra. Thousands of devotees had taken part in Rath Yatra and took the privilege of getting Darshan of Bhagwan Jagannath. During the procession several religious and social institutes and centers welcomed it warmly and honoured the Rath Yatra.
તા. ૦૩ જૂલાઈ, ૨૦૧૧ ગુરુકુલ પરિવાર માટે મહત્ત્વ ના આ દિવસે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ૧૧૦મી જન્મ જયંતીના ઉપક્રમે ૩ કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીના પવન સાનિધ્યમાં, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની શુભ પ્રેરણા અને સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ભગવાન જગન્નાથજીની નગર યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિભક્તોઅને સ્થાનિક રહીશો મોટી સંખ્યા જોડાયા હતા. રથયાત્રા દરમ્યાન માર્ગો ઉપર હિલોળે ચડેલી માનવ મેદાની ના ‘માખણ ચોર – જય રણછોડ, જય જગદીશ હરે’ ના નાદથી શહેર નો પશ્ચિમ વિસ્તાર ગુંજી રહ્યો હતો. ગુરુકુલ રાસ મંડળી, વિવિદ બેન્ડ પાર્ટી, કીર્તન મંડળી સાથો સાથ કર્ણાટકી કલાકારો ના પરંપરાગત શરણાઈ ના સુરો અને ઢોલ ના માંગલિક પડઘમો સાથે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય ના પંડિતો અને ઋષિકુમારોના વેદ ના ઘોષ થી વાતાવરણ દિવ્ય બની ગયું હતું. ઠેર ઠેર આરતી તથા પુષ્પ, ચોખા, કંકુ થી ભગવાન જગન્નાથના વધામણા થતા હતા. રથ યાત્રા દરમ્યાન ૧૫૦૦ કિલો કાકડી, ૬૦૦ કિલો જાંબુ, ૧૫૦૦ કિલો ફળ, ૬૦૦ કિલો મગ, ૧૦૦૦ કિલો ચોકલેટ્સ, ૬૦૦ કિલો મીઠાઈ વગેરેનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
અનેક ધાર્મિક અને સામાજીક સંસ્થાઓના સહયોગ સાથે આયોજીત રથયાત્રાનું હજારો લોકોએ સ્વાગત, પૂજન કરી દર્શનનો લાભ લીધો હતો.
સંધ્યા સમયે રથયાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીએ ભગવાન શ્રી જગન્નાથજીની આરતી ઉતારી સૌને દર્શનનો લાભ આપ્યો હતો. સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ યુકે થી ફોનના માધ્યમથી રથયાત્રામાં જોડાયેલ સર્વને આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ રથયાત્રાનું મહત્ત્વ સમજાવી સહયોગી સર્વ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. પૂજ્ય પુરાણીસ્વામી એ પ્રાસંગિક ઉદબોધન કરી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.
 
 

Achieved

Category

Tags