Ratha Yatra - 2022
Posted by NS on Friday, 1 July 2022રથયાત્રાના પવિત્ર દિવસે સાંપ્રત ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો જન્મદિવસ હોવાથી આ પર્વ ગુરુકુલ પરિવાર માટે સવિશેષ મહત્ત્વ ધરાવે છે. ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે છેલ્લા ૧૫ વરસથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ તરફથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એજ રીતે આ વરસે પણ તા. ૦૧ જુલાઇ ૨૦૨૨, અષાઢી બીજના રોજ ગુરુકુલ અમદાવાદ દ્વારા અનેક સહયોગી સંસ્થાઓ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.