Republic Day - 2018
Republic Day Celebration 26 January 2018
National event of 69th Republic day was celebrated at SGVP in the inspiring presence of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, saints, dignitaries, teachers and students of International School, Darshanam Sanskrit Mahavidyalay & Gurukul Ahmedabad.
After the flag hoisting, students presented marvelous parade, speeches & other programmes in great patriotic fervor.
Inculcating the patriotism in new generation, Pujya Swamiji delivered an inspiring speech.
As per the Pujya Swamiji’s inspiration, every year SGVP honours the families of martyrs and provides education help. Keeping this tradition, children of martyrs were honoured with educational help for their bright future.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVPના પ્રાંગણમાં પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં ૬૯ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ધ્વજવંદનની સાથે સાથે બાળકો દ્વારા દેશ ભક્તિના નૃત્યો, અંગ્રેજી, સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં પ્રવચન તથા પરેડ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત પ્રજાસત્તાક પર્વ SGVP માટે ખાસ મહત્વનું બની રહે છે. કારણ કે છેલ્લા કેટલાંય વર્ષોથી પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પાનુસાર આજના દિવસે શહિદ પરિવારના દીકરા-દીકરીઓને સંસ્થા દ્વારા વિદ્યાસહાય અર્પણ કરવામાં આવે છે. જે લોકોએ દેશના રક્ષણ માટે પોતાની જાતના બલિદાન આપ્યા છે એવા જવાનોના સમર્પણને યાદ કરી ભગવાનના પ્રસાદ સ્વરૂપે આ સહાય અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ દીકરાઓને સંતોના હસ્તે તથા દીકરીઓને મહાનુભાવોના હસ્તે વિદ્યાસહાય અર્પણ કરાઇ ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાથી આ પ્રસંગને વધાવી લીધો હતો.
આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, દેશને અર્થે પોતાના સર્વસ્વનું બલિદાન કરનારા દેશના રક્ષકોને યાદ કરવા એ આપણી બધાની ફરજ છે. આપણે સરહદ ઉપર લડવા તો નથી જઇ શકતા, પરંતુ જે પરિવારે પોતાના સંતાનો દેશને અર્પણ કર્યા છે એવા પરિવારને યાદ કરવા તથા એમને મદદરૂપ થવું એ આપણી સહુની જવાબદારી બની રહે છે.

Latest News
14-Jan-2021 | Chikki Annakut - Droneshwar (2021) |
14-Jan-2021 | Shree Ram Mandir Seva |
1-Jan-2021 | Devotional program of mansion music - 2021 |
16-Nov-2020 | Annakut Distribution - Gurukul Ribda (Rajkot) |
14-Nov-2020 | Deepavali - 2020 |
8-Nov-2020 | Distribution of Daily Needs - Social Community - 2020 |
31-Oct-2020 | 20th Patotsav of Shree Ghansyam Maharaj-2020 |
29-Oct-2020 | Shraddhanjali to Late Shree Keshubhai Patel |
13-Oct-2020 | Online Akhand Dhun - 2020 |
13-Oct-2020 | Apple Falkut Mahotsav - 2020 |
Add new comment