Republic Day Celebration - 2023

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રજાસત્તાક પર્વ શાનદાર રીતે ઉજવવામાં હતું.

શ્રી રવિભાઇ ત્રિવેદી, શ્રી રવજીભાઇ હિરાણી, શ્રી જયદેવ સોનાગરાની ઉપસ્થિતિમાં સદ્ગુરુસંતોના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ઉપસ્થિત સંતો, મહેમાનશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.

ધ્વજવંદન બાદ એસજીવીપી હોસ્ટેલ, દર્શન સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો, મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ ભવ્ય પરેડ ઉપરાંત દેશ ભકિતના ગીતો સાથે હેરત પમાડે તેવા યોગ અને અંગ કસરતના દાવો રજુ કર્યા હતા.

પૂજ્ય સ્વામીજીએ પ્રજાસત્તાક પર્વનું મહત્ત્વ સમજાવી દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરેને યાદ કરી જણાવ્યું હતું કે આપણા નેતાઓ અને અન્ય ક્રાંતિકારી યુવાનોએ અત્યંત કઠિનાઇઓ વેઠીને ભારતને આઝાદ કરેલ છે તે આપણે ભૂલવું જોઇએ નહીં.

દર વર્ષની જેમ આ પ્રસંગે, સરહદ ઉપર ભારત દેશની રક્ષા ખાતર જે સેનાનીઓએ પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા છે તેવા શહિદોના કુટુંબીઓને એસજીવીપી ગુરુકુલ તરફથી આર્થિક સહાય કરવામાં આવી હતી.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.