Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shakotsav – Savannah, USA

હિંદુ સંસ્કૃતિ પ્રવર્તનના કેન્દ્ર સમાન સવાનાહ – જ્યોર્જીયા ખાતે આવેલ SGVP ગુરુકુલ, સનાતન મંદિર (SGVP – અમદાવાદની શાખા) ખાતે વિવિધતા સભર અનેક ઉત્સવો ઉજવાતા રહે છે.
સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ત્રણ ફેબ્રુઆરી, ૨૦૧૮  શનિવારના દિવસે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોયા દરબાર સુરા ખાચરે પોતાની સમગ્ર સંપત્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે એ સંપત્તિમાંથી શાકોત્સવ કરી હજારો સંતો-હરિભક્તોને જમાડ્યા હતા. એ સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે રીંગણાનું શાક કર્યું હતું. એ પાવનકારી શાકોત્સવની સ્મૃતિમાં આજે પણ ઠેર ઠેર શાકોત્સવ કરવામાં આવે છે.

આ પવિત્ર પ્રસંગનું સ્મરણ કરીને અમેરીકા ખાતે પણ શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શાકોત્સવનો લાભ લેવા જ્યોર્જીયાના વિવિધ વિસ્તારોમાંથી ભાવિક ભક્તજનો પધાર્યા હતા.
શાકોત્સવની કથાનું ગાન કરતા શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજીએ સુરાખાચરના જીવનને આધારે પ્રેરણાત્મક કથાવાર્તા કરી હતી. જ્યારે શાસ્ત્રી શ્રી કુંજવિહારીદાસજી તથા સ્વયંસેવક ભાઈ-બહેનોએ શાકોત્સવની ખૂબ જ સુંદર તૈયારીઓ કરી હતી. 

શાકોત્સવનો અનોખો સ્વાદ માણીને અમેરીકામાં વસતા ભારતીય ભાઈ-બહેનોને પોતાના વતનની યાદ તાજી થઈ ગઈ હતી.

 

 

Achieved

Category

Tags