Social

પાટોત્સવ, અન્નકુટ વિતરણ – ૨૦૨૨ ગુરુકુલ અમદાવાદ

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૭મો પાટોત્સવ આનંદસભર ઉજવાયો હતો.

પ્રસાદીભૂત અડાલજ વાવનું જળ, ગંગાજળ તેમજ વિવિધ તીર્થોના જળ, ઔષધિઓના રસ, ફળોના રસ, પંચામૃત, પંચગવ્ય, કેસર જળ વગેરેથી ઠાકોરજીને વૈદિક મંત્રોના ગાન સાથે અભિષેક કરવામાં આવેલ.

શ્રી ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ - 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીમાં સંત નિવાસમાં વિરાજિત શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૨ શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહાભિષેક તથા અન્નકૂટનું આયોજન થયું હતું.

સદાવ્રતનો પ્રારંભ @ SGVP ગુરુકુલ

શરદપૂર્ણિમાના પુનિત પર્વે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી અમદાવાદ દ્વારા સદાવ્રતનો શુભારંભ કરવામાં આવેલ છે.

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આરંભ થયેલા સદાવ્રતમાં દરરોજ ૫૦૦ ઉપરાંત જરુરિયાતમંદ ગરીબોને ભોજન પીરસવામાં આવશે.

સ્વચ્છતા અભિયાન – ગુરુકુલ મેમનગર - 2022

આફ્રિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે મહાત્મા ગાંધીજીના જન્મદિન-ગાંધી જયંતીના દિને તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૨ રવિવારે સવારે ૭-૩૦ થી ૧૨ વાગ્યા સુધી, મેમનગર વિસ્તાર- ગુરુકુલ રોડ, આજુબાજુ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

Lumpy Skin Disease Medical Campaign SGVP Ribda - 2022

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, એસજીવીપી SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા ગૌપ્રેમી દાતાઓના સહકારથી લમ્પી રોગથી દુઃખી ગૌમાતા અને ગૌવંશના બચાવ માટે મોબાઈલ પશુ દવાખાના સાથે ૧૫ સ્વયંસેવકો દ્વારા ૨૩ ગામોમાં ૬૨૬ અબોલ ગૌવંશની સારવાર થઈ.

વિશ્વ યોગ દિવસ – 2022

યોગ એ ભારતની શાન છે, તેને વિશ્વમાં અગ્રેસર કક્ષાએ લઈ જવામાં મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો પ્રશંસનીય છે.

Footwear Distribution – 2022

May, 2022 hottest month of Summer 2022 at Ahmedabad, Gujarat.

As every year, with the inspiration of Pujya Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami and under the guidance of Pujya Purani Shree Balkrishandasji Swami, on 1st May 2022, volunteers of SGVP Gurukul Parivar personally reached to needy people and served them with a pair of footwear.

પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા

SGVP ગુરુકુલ છારોડીના પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તા. ૧૨ એપ્રિલના રોજ અક્ષરધામમાં પધાર્યા. તેમનો અંતિમ સંસ્કાર વિધિ તેની ઇચ્છાથી ગઢપુર ઘેલા નદીના ઘાટ પર તા.૧૩ એપ્રીલના રોજ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમના અસ્થિનું વિસર્જન નર્મદા કિનારે મુરલી સંગમ સ્થાને તા. ૨૧ અપ્રીલના રોજ કરવામાં આવ્યું. તેમની ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ સભા છારોડી ગુરુકુલમાં તા.૨૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ રાખવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં સંતો તથા હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રદ્ધાંજલિ : પૂજ્ય મહામંડલેશ્વર શ્રીહરિચરણદાસજી મહારાજ

સાધુસમાજના અગ્રણી અને સાધુગુણે સંપન્ન મહામંડલેશ્વર પૂજ્ય શ્રીહરિચરણદાસજી મહારાજની વિદાયથી સમસ્ત સાધુ સમાજ તથા ભક્તસમુદાય સ્તબ્ધ અને શોકમગ્ન છે.

Pages