Utsav Celebration

Shree Hanuman Jayanti and 4th Annual Patotsav - Savannah - 2023

શ્રી હનુમાન જયંતિ મહોત્સવ અને ચતુર્થ પાટોત્સવ

SGVP - અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના પ્રચાર પ્રસારાર્થે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી વિશ્વના અનેક દેશોમાં સતત વિચરણ કરતા રહે છે અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરતા રહે છે.

Pushpadolotsav Gurukul Ahmedabad - 2023

અમેરિકાની ધરતી ઉપર સત્સંગ વિચરણ કરતા પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે તા. ૦૮ માર્ચ, ૨૦૨૩ના રોજ, શ્રી નરનારાયણ દેવનો જન્મોત્સવ, ફુલદોલોત્સવના રૂપમાં ભક્તિ અને આનંદસભર વાતાવરણમાં ઉજવાયો હતો. શ્રી નરનારાયણ દેવ પોતાના ભકતોની ભક્તિમાં કોઇ વિઘ્ન ન થાય તે માટે પોતે બદરિકાશ્રમમાં તપ કરે છે.

Pomegranate Falkut Distribution - 2022

On the holy month of Magashar and pious day of Mokshada Ekadashi, 04 Dec 2022, at SGVP Shree Swaminarayan Gurukul, under the inspiration of HH Guruvarya Shastri Shree Madhavapriyadasji Swami and HH Purani Shree Balakrishnadasji Swami, 3100 kg of fruits including 2100 kg of pomegranate and 1000 kg of other fruits were offered to Bhagwan Shree Rama, Shyam, and Ghanshyam Maharaj.

પરિવાર મિલન તથા શાકોત્સવ ગુરુકુલ (રીબડા) રાજકોટ - 2022

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પરમપૂજ્ય પુરાણી શ્રીબાલકૃષ્ણસ્વામીના સાનિધ્યમાં એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે SGVP રાજકોટનો પરિવાર મિલન સમારોહ તથા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુકુલના માનવંતા ટ્રસ્ટી શ્રી નવીનભાઈ દવેના યજમાન પદે આયોજિત આ પરિવાર સ્નેહ મિલન અને શાકોત્સવ સમારોહમાં પૂજ્ય સ્વામીજીએ શાકોત્સવ પ્રસંગે પરિવારના સ્નેહ મિલનની આવશ્યકતા સમજાવી હતી.

શરદ પૂર્ણિમા - SGVP ૨૦૨૨

ઉપરોકત શબ્દો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે ઉજવાઇ રહેલ શરદોત્સવ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ ઉચાર્યા હતા.

પૂજ્ય સ્વામીજી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીનું પૂજન કરી પ્રથમ આરતિ ઉતારી ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

Jal zilani Mahotsav, Savannah - 2022

પરિવર્તીની એકાદશી એટલે ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન નારાયણ પડખું ફેરવે છે. ભક્તો માટે ભગવાનની એક એક ક્રિયા ઉત્સવ સમાન હોય છે. ભગવાનની આ નાની ક્રિયાને પણ ભક્તો ભગવાનને જળમાં ઝીલાવી ઉત્સવ ઉજવે છે.

Janmashtami Mahotsav - 2022

જન્માષ્ટમીની શુભ રાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં જન્માષ્ટમીનો મહોત્સવ, કીર્તન અને રાસની રમઝટ સાથે ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો.

Pomegranate Falkut - 2021

પવિત્ર કાર્તિક માસમાં, મેમનગર શ્રી સ્વામિનારાયમણ ગુરુકુલ અમદાવાદ મેમનગર ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, ૧૫૦૦ કિલો દાડમ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યા હતા. પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

Pages