Virpur

પંચમ પાટોત્સવ – વીરપુર - 2023

ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની પ્રસન્નતા સાથે સાકાર થયેલ ધારી પાસેના વિરપુર ગામમાં આજથી પાંચ વર્ષ પહેલા બે મંદિરો નિર્માણ પામ્યા. ભાઈઓ તથા બહેનોનાં મંદિરનો ધામધૂમથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. એ અવસરને પાંચ વર્ષ પૂર્ણ થતા સમસ્ત ગ્રામજનોએ શ્રી ઘનશ્યામ મહારાજનો પંચમ પાટોત્સવ તારીખ ૧૦ થી ૧૪ મે ૨૦૨૩ દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો.