શ્રીહરિયાગ અને ગુણાનુવાદ સભા – ગુરુકુલ રીબડા - 2022
Posted by news on Wednesday, 6 July 2022શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ પરોપકારી સેવા પ્રવૃત્તિઓમાં પૂજયપાદ બ્રહ્મનિષ્ઠ જોગી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય મુગટ સ્વામી શ્રી નિરાન્નમુક્તદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી જેવા અનેક સંતોએ જીવનભર સાથે આપી સત્સંગનું પોષણ કર્યું. ગુરુકુલ પરિવાર, સત્સંગ અને સમાજ તેમના આ ઋણને ક્યારેય ભૂલી ન શકે.