Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Yash Padshala won International Gold Medal

Photo Gallery

A student of SGVP Ahmedabad won a gold medal in the International Boxing sports Yash Kishorbhai Padshala, a student of SGVP Gurukul Ahmedabad, has won a gold medal in the Open International Thai Boxing Championship held in Dubai. This is Yash’s second international medal in Thai boxing. Yash competed for India in the under-19 categories in the 95-plus kg category. Among the players from more than 14 countries, Yash won this gold medal by defeating the player from Morocco in the quarter-final, UAE in the semi-final, and Kazakhstan in the final.

Hard work to win a medal…
Yash earlier participated in 75 plus and 85 plus categories. With the technical training of coach Amandeep Sir, he focused on his game and won this medal. To win the medal Yash used to spend six hours a day training. In which he paid special attention to fitness and training.

How did Yash’s career start? While in school in 2016, his teacher advised him to pursue martial arts in school. He became champion three times in the state and two times in the national tournament. After this, he decided to join Thai Boxing and later played in the first national in Hyderabad and won a bronze medal. He then won a gold medal in Professor Knight.

Participated in Asian Championship and won bronze. Later i.e. currently participating in the International Thai Boxing in Dubai, he won a gold medal and made the name of Ahmedabad, Gujarat, and India shine. Now Yash is focusing on the Asian Championship in Uzbekistan in December after this game.

SGVP અમદાવાદના વિદ્યાર્થીએ આંતરરાષ્ટ્રીય બોક્સિંગમાં રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો

એસજીવીપી ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થી યશ કિશોરભાઇ પડશાલાએ દુબઈમાં યોજાયેલી ઓપન આંતરરાષ્ટ્રીય થાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. યશે થાઈ બોક્સિંગમાં આ બીજો આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યો છે. યશે ભારત તરફથી અંડર 19 કેટેગરીમાં 95 પ્લસ કિલોની કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં 14 થી વધુ દેશના ખેલાડીઓ વચ્ચે યશે ક્વોટર ફાઇનલમાં મૂરકકોના, સેમી ફાઇનલમાં યુએઈના અને ફાઇનલમાં કઝાકિસ્તાનના ખેલાડીને માત આપી આ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મેડલ જીતવા કર્યો અથાગ પરિશ્રમ
યશે અગાઉ 75 પ્લસ અને 85 પ્લસ કેટેગરીમાં ભાગ લેતો હતો. કોચ અમનદીપ સરની ટેકનિકલ ટ્રેનિંગ સાથે તેણે પોતાની રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ મેડલ જીત્યો. જે મેડલ જીતવા માટે યશ ટ્રેનિંગ પાછળ રોજના છ કલાક સમય ફાળવતો હતો. જેમાં તે ફિટનેસ પર અને ટ્રેનિંગ પર ખાસ ધ્યાન આપતો હતો.

કઈ રીતે યશની કારકિર્દીની થઈ શરૂઆત ?
શાળામાં હતો ત્યારે 2016માં તેના શિક્ષકે શાળામાં માર્શલ આર્ટ્સમાં આગળ વધવા સલાહ આપી હતી. જેથી તે ત્રણ વખત સ્ટેટ અને બે વખત નેશનલ ટુર્નામેન્ટમાં રમ્યો છે. જેમાં ત્રણેય વખત સ્ટેટમાં ચેમ્પિયન બન્યો. જે પછી તેણે થાઈ બોક્સિંગ સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને બાદમાં હૈદરાબાદમાં પ્રથમ વાર નેશનલમાં રમ્યો અને બ્રોન્ઝ મેડલ જીત્યો. તે પછી પ્રોફેસર નાઈટમાં ગોલ્ડ મેડલ જીત્યો.

એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને બ્રોન્ઝ જીતી લાવ્યો. બાદમાં એટલે કે હાલમાં દુબઈમાં ઇન્ટરનેશનલ થાઈ બોક્સિંગમાં ભાગ લઈને તેણે ગોલ્ડ મેડલ જીત્યો અને અમદાવાદ, ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું. હવે યશ આ રમત બાદ ડિસેમ્બરમાં ઉઝબેકિસ્તાનમાં એશિયન ચેમ્પિયનશિપ પર ફોકસ કરી રહ્યો છે.

Achieved

Category

Tags