Shirodhara Carnival

શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટરના ટુંક સમયમાં થનાર ઉદ્ધાટનના ઉપક્રમે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અમદાવાદ એસજીવીપી ખાતે તા.૨૪ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ  ૧૧૧૧ વ્યકિતઓ ઉપર આયુર્વેદ ક્ષેત્રે ગ્રિનીઝ વર્લ્ડ રેકર્ડઝમાં સૌ પ્રથમવાર ૫૦ મિનિટ સુધી ભારતીય સંગીતના સુમધુર ધ્વની સુધી ૧૧૧૧ શિરોધારા ચિકિત્સાનો પ્રયોગ થયો. આયુર્વેદ ક્ષેત્રે આ રીતે નોંધાયેલ આ સર્વ પ્રથમ વિશ્વવિક્રમની ઐતિહાસિક ઘટના પ્રસંગે એસજીવીપી ગુરુકુલનું ક્રિકેટ ગ્રાઉન્ડ શિરોધારા કાર્નિવલમાં ફેરવાઇ ગયું હતું.

જ્યારે ગ્રિનીઝ વર્લ્ડ રેકર્ડઝના જજ મિ. એહેમદ ગબરે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને વિશ્વવિક્રમનું પ્રમાણ પત્ર એનાયત કર્યુ ત્યારે ઉપસ્થિત મેદનીએ તાળીઓના ગડગડાટ અને આતશબાજીથી પ્રસંગને વધાવી લીધો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયરશ્રી ગૌતમભાઇ શાહે આ ઘટનાના સાક્ષી અને આ શીરોધારાના લાભાર્થીઓ બન્યા હતા. વિવિધ રાજ્યોમાંથી એકત્રિત થયેલ ૧૧૧૧ વૈદ્યોએ એક સાથે શિરોધારા ચિકિત્સા કરાવી અને  ૧૧૧૧ લાભાર્થીઓ શીરોધારા ચિકિત્સા અનુભવી હતી.

        આ ગ્રિનીઝ વર્લ્ડ રેકર્ડ સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની અન્ય ત્રણ સંસ્થાઓ – એવરેસ્ટ વર્લ્ડ રેકોર્ડ, સુપર્બ વર્લ્ડ રેકોર્ડ અને ક્રિએટીવ વર્લ્ડ રેકોર્ડ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની સાત વિક્રમ પ્રમાણિત કરતી સંસ્થાઓ - વન્ડર બુક ઓફ રેકર્ડઝ, ભારત બુક ઓફ રેકર્ડઝ, ઇન્ડીયા સ્ટાર બુક ઓફ રેકર્ડઝ, જિનીયસ બુક ઓફ રેકર્ડઝ, ગોલ્ડન સ્ટાર ફોરમ, સેવન સ્ટાર એમેઝીંગ વર્લ્ડ રેકર્ડઝ, ઉત્તર પ્રદેશ બુક ઓફ રેકર્ડઝ - એ પોતાના રેકર્ડબુકમાં શિરોધારા ચિકિત્સાના વિશ્વવિક્રમને સ્થાન આપી પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. 

        આ અંગે શિરોધારા ચિકિત્સાની માહિતી આપતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ વર્લ્ડ રેકોર્ડનો હેતુ આયુર્વેદની શ્રેષ્ઠ ચિકિત્સા પદ્ધત્તિને વિશ્વ સ્તરે ઉજાગર કરવાનો છે

        કપાળ ઉપર કે જ્યાં આજ્ઞા કેન્દ્ર આવેલું છે તેની આસપાસ એક મુહુર્ત એટલે કે ૪૮ મિનીટ ઔષધ સતત ધારા થતી રહે છે. ધારાનું આ સાતત્ય, વારંવાર ખંડિત થતી મનોવૃત્તિને અખંડ કરે છે, કેન્દ્રિત કરે છે. જે સહજ ધ્યાનમાં પરિવર્તિત થઇ જાય છે. જેને કારણે વિચારો શૂન્ય થઇ જાય છે. તેથી મન શૂન્ય થઇ જાય છે. અને મન શૂન્ય થઇ જાય ત્યારેજ શાંતિનો પ્રાદુર્ભાવ થાય છે.

 

૨૪ ડિસેમ્બરે ૧૧૧૧ જણાને શિરોધારા કરાવવાનું વિશ્વવિક્રમી આયોજન

માનસિક તાણથી થતાં રોગોનો પ્રતિકાર કરવા માટે શિરોધારા અકસીર વિકલ્પ શિરોધારા

માનસિક તાણ, ડિપ્રેશન, અનિદ્રા, બ્લડ પ્રેશર, હૃદયરોગ, કોલેસ્ટરોલ, આધાશીશી, ચિડિયાપણું અને મહિલાઓમાં જોવા મળતી માસિકને લગતી ને માથાના વાળ ખરવાની સમસ્યાઓમાં રાહત આપવાને સક્ષમ માનસિક તાણ, ડિપ્રેશન, અનિદ્રા, બ્લડ પ્રેશર, હૃદયરોગ, કોલેસ્ટરોલ અને મહિલાઓમાં જોવા મળતી માસિકને લગતી અને માથાના વાળ ખરવાની સમસ્યાઓ સહિતના અનેક રોગમાં રાહત આપવાને સક્ષમ સારવાર પદ્ધતિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત બની રહેલી શિરોધારાની સારવાર પદ્ધતિથી અમદાવાદ ને ગુજરાતની આમજનતાને માહિતગાર કરાવવા માટે અને તેને વધુ લોકપ્રિય બનાવવા માટે છારોડી એસજીવીપીના અધ્યક્ષ અને ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી ને એક્ટિવ આયુર્વેદિસ્ટ ઓર્ગેનાઈઝેશ(આઓ)એ એક સાથે ૧૧૧૧ જણાને શિરોધારાની સારવાર આપવા માટે શિરોધારા કાર્નિવલનું આયોજન કર્યું છે. આગામી ૨૪મી ડિસેમ્બરે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે એસજીવીપી સંકુલમાં આ શિરોધારા કાર્નિવલ યોજાશે. આ વિશ્વવિક્રમી શિરોધારા કાર્નિવલને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન મળે તે માટે તેમની ટીમને પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

વૈદ્ય પ્રવીણ હિરપરા અને વૈદ્ય ભાવેશ જોશીનું કહેવું છે કે મનુષ્યના કપાળમાં આવેલા આજ્ઞાકેન્દ્ર પર તેલ સહિત જુદા જુદા પ્રવાહીઓની ૪૮ મિનિટ એટલે કે એક મુહૂર્ત સુધી ધાર કરીને આ સારવાર આપવામાં આવે છે. તેનાથી મનની ચંચળતા અને વિષાદ ઓછો થાય છે. મનનો વિષાદ અનેક રોગોનું કારણ બને છે. શિરોધારા મનને વિચાર શૂન્ય બનાવીને શાંતિની અનુભૂતિ કરાવે છે. આમ મનની અને તેના થકી થતી દેહની સમસ્યાઓનું નિવારણ કરવામાં શિરોધારા અકસીર છે.

સતત અનુભવાતી માનસિક તાણ વ્યક્તિને ડિપ્રેશનમાં ધકેલી દે છે. આજે સમયની સાથે દોટ મૂકનાર માનવ સ્ટ્રેસની સમસ્યાનો સૌથી વધુ શિકાર બની રહ્યો છે. મનની આ સમસ્યાને પરિણામે દેહમાં અનેક રોગો ઘર કરી રહ્યા છે. અનેક ઉપચારો કર્યા પછીય માનસિક તાણ ઓછી થતી નથી. વિશ્વ પાસે તેનો ઉપાય નથી, આયુર્વેદ પાસે તેનો અકસીર ઇલાજ છે.

તેમનું કહેવું છે કે શિરોધારાનો આશરો લઈને સોરાયસીસ, પગના વાઢીયા સહિતના ચામડીના રોગોમાં પણ સત્વર રાહત આપી મટાડી શકાય છે. અનિદ્રાની તકલીફથી પીડાતા દરદીઓ શિરોધારાની સારવાર દરમિયાન જ નિદ્રામાં સરકી પડતા હોવાનું જોવા મળે છે. અનિદ્રાને કારણે જોવા મળતું ચિડિયાપણું, ચિંતા, ઉદ્વેગ, વિચારવાયુની તકલીફ પણ શિરોધારાથી ઓછી થવા માંડે છે. હૃદયરોગ, બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. શરીરમાં કફ, પિત્ત ને વાયુનું સંતુલન કરે છે. માઈગ્રેન-આધાશીશીમાં રાહત આપે છે.

તેમનું કહેવું છે કે શિરોધારા એ એક સામુહિક મેડિટેશન છે. તેનાથી માનસિક તાણ ઓછી થાય છે. માનસિક તાણથી થતી અનેકવિધ બીમારીઓ સામે શિરોધારા રક્ષણ આપે છે. આજે સ્વાસ્થ્ય રક્ષણ માટે એટલે કે બીમારીથી બચવા માટે દવાઓ પાછળ બહુ જ મોટી રકમનો ખર્ચ કર્યા પછીય તેની આડઅસરનો ભોગ બનતા દરદીઓને આડઅસર વિનાની અકસીર સારવાર પદ્ધતિથી અવગત કરાવવાનું આયોજન શિરોધારા કાર્નિવલના માધ્યમથી કરવામાં આવ્યું છે.

એક્ટિવ આયુર્વેદિસ્ટ ઓર્ગેનાઈઝેશન (આઓ) સહિત ગુજરાતની જુદી જુદી આયુર્વેદિક સંસ્થાઓના વેદ્યો, વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ૨૪મી ડિસેમ્બરે બપોરે ૩ કલાકે યોજાનારા શિરોધારા કાર્નિવલમાં ભાગ લેવા માટે અને તમારા નામનું રજિસ્ટ્રેશન કરાવી શકો છે. શિરોધારા કાર્નિવલમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે સંપર્ક કરોઃ

મોબાઈલ : ૯૭૨૫૨ ૦૨૮૫૧, ૯૨૭૬૧ ૦૪૨૭૯, ૮૪૬૯૩ ૬૬૦૮૯, ૮૭૫૮૬ ૭૮૫૦૩ અને ૯૬૮૭૮ ૨૪૧૨૨.

 

વિશ્વમાં સૌથી પ્રસિદ્ધ ઔષધસિદ્ધ પ્રવાહીની શું છે આ શિરોધારા ?

ડીટોકિટાફિકેશન એટલે કે શરીરમાં વિવિધ સમસ્યાઓ દ્વારા પેદા કરતા વિષાક્ત તત્ત્વોને ખાસ પ્રક્રિયા દ્વારા દૂર કરનાર ઉપચારવિધીને પંચકર્મ કહે છે. આ પંચકર્મના પેટાકર્મ અંતર્ગત શિરોધારાનો સમાવેશ કરવામાં આવેલો છે.

શિરોધારાની વિશેષતા એ છે કે એ માત્ર શરીર નહિ મન પર પણ કામ કરે છે. એટલે તમામ મનોદૈહિક સમસ્યાઓનું નિવારણ કરવામાં શિરોધારાની મહત્ત્વની ભૂમિકા છે.

કેવી રીતે કામ કરે છે શિરોધારા?

કોઈ વ્યક્તિને ધ્યાન કરવું હોય(મેડીટેશન) તો તેમણે સૌથી પહેલા તેમના મનના ચાંચલ્યને દૂર કરવા માટે વિશેષ પ્રયત્ન કરવા પડે છે. અનેક દિવસોની મથામણ પછી મનોવૃત્તિને કેન્દ્રિત કરી શકાતી હોય છે.

ચિત્રમાં બતાવ્યા પ્રમાણએ સૂતેલી વ્યક્તિના કપાળ પર કે જ્યાં આજ્ઞાકેન્દ્ર આવેલું છે તેની આસપાસ એક મૂહુર્ત એટલે કે પુરી ૪૮ મિનીટ ઔષધની સતત ધારા થતી રહે છે. ધારાનું આ સાતત્ય વારંવાર ખંડિત થતી મનોવૃત્તિને અખંડ કરે છે, કેન્દ્રિત કરે છે. જે સહજ ધ્યાનમાં પરિવર્તિત થઈ જાય છે. જેને કારણે વિચારો શૂન્ય થઈ જાય છે. મન શૂન્ય થઈ જાય છે. Zero Mind.

શિરોધારાની ઉપયોગીતા

શરીર અને ચૈતન્યથી દૂર ભટકતું મન જ્યારે કોઈ ખાસ લાગણીના તંતુ સાથે જોડાય છે ત્યારે સ્ટ્રેસ પેદા થાય છે. સતત રહેતો સ્ટ્રેસ વ્યક્તિને હતાશા - ડીપ્રેશન તરફ ધકેલી દે છે. વિષાદમાં ગરકાવ કરી દે છે. આયુર્વેદ કહે છે ‘વિષાદો રોગ વર્ધનાનામ્‌ ।’ રોગોને પેદા કરવામાં અને તેને વધારવામાં વિષાદ સર્વોપરી છે. જે આજે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે.

આજના ઉતાવળ અને દોડધામના જમાનમાં સ્ટ્રેસ એક વૈશ્વિક (ગ્લોબલ) સમસ્યા છે. જે સમગ્ર વિશ્વના સ્વાસ્થ્ય માટે પડકારરૂપ છે.

દર્દોનું નિવારણ કરવામાં અને સ્વાસ્થ્ય સુધારવામાં સમગ્ર વિશ્વમાં જાતજાતના અને ભાતભાતના સંશોધનો થતા રહે છે. જેમાં અબજો ડોલર ખર્ચાય છે છતાં સ્ટ્રેસને દૂર કરવા માટે વિશ્વ પાસે કોઈ નક્કર ઉપાય નથી.

‘પ્રશંસઃ પરમં પથ્યાનામ્‌ ।’ સ્વાસ્થ્ય વર્ધક પરિબળોમાં શાંતિ (peace) સર્વોપરિ છે. આ શાંતિ આ સહજ શાંતિ શિરોધારાથી શક્ય છે. શિરોધારા એ પ્રાચિન વિજ્ઞાનની અણમોલ ભેટ છે. જે સમગ્ર વિશ્વને સ્ટ્રેસ ફ્રી તણાવમુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

આયુર્વેદ દ્વારા વૈશ્વિક સ્વાસ્થ્ય જાગૃત્તિ અભિયાનનું પ્રથમ સોપાન એટલે શિરોધારા કાર્નિવલ.

SGVP અને AAO સામૂહિક તનાવમુક્તિ અને નવચેતનાનો સંચારનો સમગ્ર વિશ્વને અનુભવ કરાવવા માટે કટિબદ્ધ છે.

શિરોધારાના ફાયદા

તન, મન અને જીવનની સંવાદિતા સ્થાપિત કરી આધ્યાત્મિક ઉન્નતિ કરનારો શ્રેષ્ઠતમ પ્રયોગ.

મનની એકાગ્રતા વધારવા માટેનો અનોખો ઉપાય.

હતાશા, નિરાશા, ઉદાસીનતા, અનિદ્રા તેમજ અનેકવિધ માનસિક રોગોને દુર કરી મનને શૂન્યભાવ પમાડી શાંત કરનારો ઉપાય.

ચિડચિડાપણું, ભય, ચિંતા, ક્રોધ, ઉદ્વેગ, વિચારવાયુ જેવા નકારાત્મક ભાવોને દુર કરનાર.

શારીરિક ત્રિદોષ : વાયુ, પિત્ત અને કફનું સંતુલન કરનારો ઉપાય.

માઇગ્રેન - આધાશીશી જેવા અનેક રોગોમાં રાહત આપનારો પ્રયોગ.

ચહેરાની કાંતિ વધારનાર તેમજ ચર્મરોગમાં લાભદાયક ઉપચાર.

ખરતા વાળ અટકાવી વાળની ગુણવતા વધારનારો ઉપાય.