Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Ayurved Kit Distribution – 2021

Photo Gallery

હાલ સમસ્ત વિશ્વ, ભારત અને ગુજરાતમાં કોરોના મહામારીએ માજા મૂકી છે. અનેક લોકો આ બીમારીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓની સ્થિતિ પણ ખૂબ નાજુક છે.

ગામડામાં ન તો દવા કે દવાખાનાની યોગ્ય વ્યવસ્થા છે કે ન યોગ્ય માર્ગદર્શન મળે છે. જેને લીધે અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે.
આભ ફાંટે ત્યારે થીંગડા કેમ મારવા ! પરંતુ નાસિપાસ થઈ જવાથી કોઈ રસ્તા મળે એમ નથી. ત્યારે આપણાથી બનતી લડાઈ લડતા રહેવું એ જ આ મહામારીને હરાવવાનો ઉપાય છે.

હરહંમેશ સમાજસેવામાં અગ્રેસર રહેનારી SGVP ગુરુકુલ સંસ્થા દ્વારા કોરોના મહામારીમાં અનોખો સેવાયજ્ઞ આરંભાયો છે. ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ‘SGVP હેલિસ્ટિક હૉસ્પિટલ’ના નિષ્ણાંત વૈદ્યો દ્વારા આયુર્વેદ કીટ તૈયાર કરવામાં આવી છે.

આ આયુર્વેદ કીટ કોવીડના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે. કીટમાં આપેલ ઔષધિઓના યથાયોગ્ય ઉપયોગ દ્વારા શરીરમાં ઇમ્યુનિટી- રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ વધે છે અને દર્દીઓ ઝડપથી સારા થઈ શકે છે.
રામનવમીના પવિત્ર દિવસે સ્વામીશ્રીના હસ્તે આ આયુર્વેદ કીટના વિતરણનો આરંભ કરાયો હતો. ખાસ કરીને ગામડાઓમાં સ્થિતિ વધારે નાજુક હોવાથી આ કીટ સ્વયંસેવકો દ્વારા ગામડાઓમાં કોવીડના દર્દીઓને વિનામૂલ્યે આ કીટનું વિતરણ કરી રહ્યા છે.

આજદિન સુધી ૨૫૦૦ ઉપરાંત કીટનું ૪૦ જેટલા ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. એક કીટ આશરે ૮૫૦ રૂપિયાની તૈયાર થઈ છે.

આજદિન સુધી ૬૦૦૦ ઉપરાંત કીટનું ૧૦૦ જેટલા ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. એક કીટ આશરે ૮૫૦ રૂપિયાની તૈયાર થઈ છે. જેમાં સંસ્થા દ્વારા આશરે એકાવન લાખ રૂપિયાની કીટોનું વિનામૂલ્યે વિતરણ થયું છે. હજું ગામડાંઓમાં આ કીટોનું વિતરણ ચાલું છે.
આ ઉપરાંત ઘરગથ્થું ઉપચાર સરળ બને એ માટેના કેટલાક ઉપાયોનું ફોર કલર પેંપ્લેટ ૫૦૦૦ ઘરે પહોંચાડવામાં આવશે.

Achieved

Category

Tags