Ribda

Jambu Falkut - 2021

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી રીબડા ખાતે, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી  માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે,  વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક, સામાજિક સેવા કાર્યો થતા હોય છે.

જેમાં આમ્રકુટોત્સવ, અનાથાશ્રમમાં ગરીબોને સહાય, દિવ્યાંગ બાળકોને સહાય, ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકોને શિક્ષણ કીટ અર્પણ, ગાયોની સેવા, વગેરે સેવા પ્રવૃતિ થતી હોય છે.

Sarvamangal Seva Yagna - Ribda, Rajkot

ભારતીય પરંપરામાં અધ્યાત્મિક ઉન્નતિ અને દાન પુણ્ય દ્વારા માનવ સેવા અને જીવ દયાના પરોપકારી કર્યો માટે અધિક માસનો સવિશેષ મહિમા છે. આ વર્ષે અધિક આસો મહિનામાં (૧૮ સપ્ટેમ્બર થી ૧૬ ઑક્ટોબર, ૨૦૨૦), ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા સર્વમંગલ સેવા યજ્ઞ અંતર્ગત સંપૂર્ણ અધિક આસો માસ દરમ્યાન દરરોજ માનવ સેવા અને જીવ દયાના અવનવા આયોજનો કરવામાં આવ્યા હતા.